મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત


SHARE









ટંકારાના નેકનામ ગામ પાસે શોર્ટ લગતા યુવાનનું મોત: ઊંચી માંડલ પાસે ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત

ટંકારાના નેકનામ ગામ પાસે વાડીની નજીક આવેલ ટીસી નીચે કોઈ કારણોસર યુવાને ઇલેક્ટ્રિક શોટ લાગવાથી તેનું મોત નીપજયું હતું જ્યારે મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાનામાં રહેતા આધેડે કોઈ કારણોસર કારખાના નજીક ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઝારખંડના રહેવાસી અને હાલ ટંકારા તાલુકાના નેકનામ ગામની સીમમાં આવેલ રેડેકો ફાઇબર પ્રા.લિ. નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ગોવિંદભાઈ નરેશભાઈ માંજી (32) નામનો યુવાન નેકનામ ગામે દાનમોરાની સિમ તરીકે ઓળખાતી જીતુભાઈની વાડી પાસે ઈલેક્ટ્રીક ટીસી નીચે હતો ત્યારે ત્યાં કોઈ કારણસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની લોકેનભાઈ મંગળભાઈ માજી (19) રહે. નેકનામ ગામની સીમ રેડેકો ફાઇબર પ્રા.લિ. તાલુકો ટંકારા મૂળ રહે. ઝારખંડ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે સિરામિક કારખાના ખાતે રહેતા ઈશ્વરભાઈ લીલાધર માલી (50) નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર કારખાના પાસે પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News