અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં.12 માં વોકળાની સફાઈ સહિતની પ્રી-મોન્સૂન કામગીરી તાત્કાલિક કરવા કમિશનરને કરાઇ રજૂઆત


SHARE







મોરબીના વોર્ડ નં.12 માં વોકળાની સફાઈ સહિતની પ્રી-મોન્સૂન કામગીરી તાત્કાલિક કરવા કમિશનરને કરાઇ રજૂઆત

આગામી ચોમાસાને ધ્યાને રાખીને મોરબીના વોર્ડ નંબર 12 માં આવતા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાની સફાઈ સહિતની પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને મહાપાલિકાના ચૂંટાયેલ મહિલા સદસ્ય દ્વારા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.

મોરબીના વોર્ડ નંબર 12 ના ચૂંટાયેલ મહિલા સદસ્ય મેઘાબેન દીકપભાઇ પોપટએ હાલમાં કમિશનરને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ચોમાસા દરમિયાન શહેરીજનોને હાલાકી ભોગવવી ન પડે તે માટે ચોમાસાના આગમન પહેલા પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. હાલમાં તેઓના વોર્ડમાં જે પ્રી-મોન્સૂન કામગીરી કરવાની જરૂર છે તેમાં ભૂગર્ભ ગટર, વોકળા અને નાળાઓની સફાઈ કરવામાં આવે, પાણીના ભરાતું હોય તેવા પોઈન્ટ્સનું નિવારણ કરવામાં આવે, જુદીજુદી સોસાયટીઓમાં રસ્તાઓનું પેચવર્ક અને મરામત કરવામાં આવે, હાલમાં જે રસ્તાઓ પર ખોદકામ થયેલું છે અથવા જ્યાં મોટા ખાડાઓ છે, તેનું ચોમાસા પહેલાં યોગ્ય મેટલિંગ અને પેચવર્ક કરવામાં આવે, જોખમી વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવે, અનધિકૃત અને જોખમી હોડિંગ્સ બોર્ડ હટાવવામાં આવે, સ્ટ્રીટ લાઈટના ખુલ્લા વાયરો અને પોલનું ઇન્સ્યુલેશન ચેક કરવામાં આવે અને ઈમરજન્સી કંટ્રોલ રૂમ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News