હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના યુવાન ઉપર રાજકોટમાં છરીથી હુમલો


SHARE





મોરબીના ધીરેન ચાવડા ઉપર રાજકોટમાં છરીથી હુમલા

રૂપિયાની લેતી દેતીમાં જુના ઝઘડાનો ખાર રાખીશ જીગર, જીલુ અને ભુરા બોરીચાએ હુમલો કર્યો : ઈજાગ્રસ્ત રાજકોટ સિવિલમાં દાખલ

મોરબીના ધીરેન ચાવડા ઉપર રાજકોટમાં છરીથી હુમલો થયો હતો. રૂપિયાની લેતી દેતીમાં જુના ઝઘડાનો ખાર રાખીશ જીગર, જીલુ અને ભુરા બોરીચાએ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તને રાજકોટ સિવિલમાં દાખલ કરાયો હતો.

આ અંગે મળતી માહિતી અનુસાર, ધીરેન દિનેશભાઈ ચાવડા (ઉંમર વર્ષ 25, રહે વાવડી ગામ, તા. જિ.મોરબી) રાત્રિના 1 વાગ્યાની આસપાસ પોતે પોતાના મિત્ર ડેનિશના ઘરે રાજકોટ ખાતે સહકાર મેઇન રોડ આરએમસી કંપની સામે હતો ત્યારે જીગરભાઈ, જીલુભાઈ, ભૂરો બોરીચાએ કોઈ કારણોસર ઝઘડો કરી છરી તથા પાઇપ વડે માર મારતા હાથે પગે તથા શરીરે ઇજા થતા સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો.

ધીરેનએ જણાવ્યું કે, પોતે અને પોતાના પત્ની તેમજ મિત્ર ડેનિશ અને ડેનિશના પત્ની એમ બધા હોટલે બહાર જમવા માટે ગયા હતા. પછી મિત્ર ડેનિશને તેના ઘરે ઉતારવા માટે કાર લઈને સહકાર રોડ પર આવેલ. અહીં આરોપીઓ આવી ગયા હતા અને હુમલો કર્યો હતો. જીગર પાસેથી ધીરેનને 80 હજાર લેવાના છે. જે લેતી દેતીમાં અગાઉ પણ ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી આ હુમલો કરાયો હોવાનું ધીરેને જણાવ્યું હતું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




Latest News