હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત


SHARE





મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત

મોરબીના યુવક સાથે પરણીને આવેલ નાગાલેન્ડની યુવતીનું બીમારી સબબ મોત નીપજ્યું હતું. સંગીતાબેન કાંતિલાલ નકુમ (ઉંમર વર્ષ 35, રહે. પટેલ વિહાર હોટલ સામે, મારુતિ પાર્ક સોસાયટી, બેલા રોડ, મોરબી) ગઈકાલે સવારે પોતાના ઘરે હતા ત્યારે બીમારીની સારવાર માટે મોરબી સિવિલમાં દાખલ થયેલ. ત્યાંથી રાજકોટ સિવિલમાં બેભાન હાલતમાં લાવતા તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરેલ.

સંગીતાના ભાઈ રાજુદાસએ જણાવ્યું કે, મોરબીના કાંતિલાલ રતિલાલ નકુમે 3 વર્ષ પહેલા મારી બહેન સાથે લગ્ન કર્યાં હતા. મારી બહેનને સંતાનમાં 1 દીકરી અને 1 દીકરી છે. લગ્ન બાદ બંને સંતાનોને પણ નાગાલેન્ડથી મોરબી રહેવા બોલાવેલ જોકે બાદમાં કાંતિલાલ મારી બહેને છોડીને ચાલ્યો ગયો હતો.જેથી દોઢેક વર્ષ પહેલા ઉસ્માન નામના વ્યક્તિએ મારી બહેન અને બાળકોને સાંભળ્યા હતા અને લિવ ઈનમાં રહેતા હતા.સંગીતાને લીવરની તકલીફ હતી.મોરબી પોલીસે મૃતદેહ પીએમમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News