લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી


SHARE









વસ્તી ગણતરી અનિવાર્ય: મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી

ભારત સરકાર દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને સાર્વત્રિક વિકાસના હેતુથી હાથ ધરવામાં આવેલી ‘વસ્તી ગણતરી-૨૦૨૭’ ના પ્રથમ તબક્કા અંતર્ગત મોરબી જિલ્લામાં ગતિશીલ પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. આ રાષ્ટ્રીય મહાઅભિયાનને વધુ વેગ આપવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશ પટેલે વસ્તી ગણતરીના સત્તાવાર ડિજિટલ પોર્ટલ પર લોગઇન કરીને પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન દર્જ કરી ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) ની પ્રક્રિયા આદર્શરૂપે પૂર્ણ કરી છે.

જિલ્લા પોલીસ વડાએ આ પ્રસંગે વસ્તી ગણતરીના મહત્વ પર એક નવો વહીવટી દ્રષ્ટિકોણ રજૂ કરતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશ કે જિલ્લાના આંતરિક વિકાસ, કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિ તેમજ ભવિષ્યની જનસુખાકારીના આયોજન માટે વસ્તી ગણતરીના સચોટ આંકડા એક મજબૂત પાયા સમાન છે. આ ડેટાના આધારે જ સુરક્ષા વ્યવસ્થા, સંસાધનોની ફાળવણી અને લોકકલ્યાણની યોજનાઓનું માળખું ઘડાતું હોય છે. તેથી, આ પ્રક્રિયામાં જોડાવા દરેક નાગરિકની રાષ્ટ્રીય અને સામાજિક ફરજ બની રહે છે.

હાલ પ્રથમ તબક્કાના ભાગરૂપે ચાલી રહેલા ‘હાઉસ લિસ્ટીંગ ઓપરેશન’ (ઘર યાદી અને મકાનોની ગણતરી) ને વધુ સરળ અને પારદર્શી બનાવવા માટે સરકારશ્રી દ્વારા ઓનલાઈન સેલ્ફ એન્યુમેરેશનની ઉત્કૃષ્ટ તક આપવામાં આવી છે. મોરબી જિલ્લાના તમામ જાગૃત નાગરિકો ગણતરીદારો ઘરની મુલાકાત લે તે પૂર્વે જ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ se.census.gov.in પર જઈને ખૂબ જ ટૂંકા સમયમાં પોતાની ડિજિટલ નોંધણી કરાવી શકે છે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ મોરબીવાસીઓને કોઈપણ પ્રકારની અફવા કે દ્વિધા રાખ્યા વિના, સમયમર્યાદામાં આ સુરક્ષિત ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં અગ્રેસર રહી સહભાગી બનવા હાર્દિક અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News