લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ


SHARE









માળીયા (મી)ના મોટા દહીસરા ગામે જુગારની રેડ પડતાં ભાગાભાગી: 6 શખ્સોની 1.13 લાખના મુદામાલ સાથે ધરપકડ, 3 ની શોધખોળ

માળીયા (મી)ના મોટા દહીસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશ ભાગ મચી ગઈ હતી જો કે, પોલીસ દ્વારા સ્થળ ઉપરથી 6 શખ્સોને 1,03,000 રૂપિયાની રોકડ તથા 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,13,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને ત્રણ શખ્સો નાસી છૂટ્યા હોય તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરેશભાઈ હુંબલ, જયેશભાઈ વાઘેલા તથા આસિફભાઇ ચાણકીયાને ખાનગી રહે બાતમી મળી હતી કે, માળીયા (મી)ના મોટા દહીસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે ત્યારે રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે, તકનો લાભ લઈને 3 શખ્સો નાસી ગયા હતા પરંતુ પોલીસ દ્વારા સ્થળ ઉપરથી અમિતભાઈ જેરામભાઈ પટેલ (45) રહે. પીપળી, નગીનભાઈ છગનભાઈ પટેલ (54) રહે. ખાખરેચી, વિવેકભાઈ વિનોદભાઈ બાવાજી (32) રહે. મોટા દહીસરા, માનસિંગભાઈ દેવાભાઈ કોળી (55) રહે. વવાણીયા, હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ (45) રહે. મોટા દહીસરા અને રમેશભાઈ મગનભાઈ પટેલ (52) રહે. સરવડ વાળાને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા અને તેની પાસેથી 1,03,000 ની રોકડ, 10,500 ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,13,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી નાસી છૂટેલ શક્તિ કોળી રહે. ધનાળા, અનિરુસિંહ જાડેજા રહે. મોટા દહીસરા તથા ચિરાગભાઈ રાઘવજીભાઈ પટેલ રહે. સરવડ સહિત કુલ 9 શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ આર.સી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News