મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન
Breaking news
Morbi Today

મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ


SHARE









મોરબી સબ જેલ ખાતે બંદીવાનો માટે યોજાયો ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પ

‘ટી.બી મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લામાં પ્રિઝન ઇન્ટરવેન્શન પ્રોગ્રામ હેઠળ જેલના બંદીવાનોના આરોગ્ય સ્ક્રીનિંગ માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કન્ટ્રોલ યુનિટ (DAPCU)-મોરબી, જેલ પ્રશાસન, ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી-અમદાવાદ, એલાઇન્સ ઇન્ડિયા-દિલ્હી અને GSNP+ ના સંયુક્ત ઉપક્રમે મોરબી સબ જેલ ખાતે ‘ઇન્ટેન્સીફાઇડ કેસ ફાઇન્ડીંગ કેમ્પેઇન’ યોજાયો હતો. જેલ અધિક્ષકની અધ્યક્ષતામાં આ કેમ્પની કામગીરી સુચારુ રૂપે સંપન્ન થઈ હતી.

આ કેમ્પેઇનની વિશેષતા એ છે કે, તેમાં અદ્યતન હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન દ્વારા બંદીવાનોના ચેસ્ટ એક્સ-રે કરીને ટી.બી.નું ઝડપી નિદાન કરવામાં આવી રહ્યું છે, સાથે જ એચ.આઇ.વી. તેમજ સિફિલીસના નિદાનની કામગીરી પણ હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ગુજરાતની તમામ જેલોના અંદાજે ૨૦,૦૦૦ થી વધુ બંદીવાન ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય પરીક્ષણને આવરી લેવાનું લક્ષ્યાંક છે. મોરબી સબ જેલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં જેલના તમામ બંદીવાનો પ્રાથમિક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં નવા ૫૫ બંદીવાનોનું સઘન ચેક-અપ કરાતા ૦૫ શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. આ તમામના સેમ્પલ વધુ તપાસ અને ચોક્કસ નિદાન માટે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. અત્રેની જેલના તમામ બંદીવાનોનું આગામી સમયમાં દૈનિક ધોરણે ચેક-અપ કરવામાં આવનાર છે. આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરતા આ કેમ્પને સફળ બનાવવા સુભિક્ષા પ્રોજેક્ટના પ્રિઝન કો-ઓર્ડિનેટર મીનાબેન પરમાર, જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર પિયુષભાઈ જોષી, સુપરવાઈઝર દીપકભાઈ પટેલ તથા મોરબી તાલુકા સુપરવાઈઝર શૈલેષભાઈ પારેજીયા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી.




Latest News