હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ


SHARE





ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ

ગુજરાતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણને પકડવા માટે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' શરૂ કરવામાં આવ્યું  છે. તે અંતર્ગત મોરબી જીલ્લામાં જુદીજુદી 10 જેટલી ટીમો બનાવીને જિલ્લાના જુદાજુદા ઓદ્યોગીક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તે દરમ્યાન બે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે જેથી કરીને પોલીસે તે બંને કેવી રીતે આવી શું કરતી હતી તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને બે શંકાસ્પદ વ્યક્તિ પણ મળી આવેલ છે, જેની પણ પૂછપરછ ચાલી રહી છે.

રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે રાજ્ય સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અંતર્ગત રાજ્યની સરહદો ઓળંગી ગેરકાયદેસર આશરો લેનારા બાંગ્લાદેશી અને ઘૂસણખોરોને શોધવા માટે 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાની વાત કરીએ તો જીલ્લામાં ચાર ડીવાયએસપીની આગેવાની હેઠળ મોરબી, માળીયા, વાંકાનેર અને હળવદ વિસ્તારમાં આવેલ ઓદ્યોગીક એકમો તેમજ તેની આસપાસના રહેણાક વિસ્તારને ચેક કરવામાં આવ્યા હતા દરમ્યાન 4 જેટલા શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યા હતા જેમાંથી બે મહિલા બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે.

મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, જિલ્લાના ચાર ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદીજુદી 10 જેટલી ટીમો બનાવવામાં આવી હતી અને 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ અંદાજે 100 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યા હતા અને તેમાંથી બે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે અને બે વ્યક્તિ શંકાસ્પદ હોવાથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. અને હાલમાં જે બાંગ્લાદેશી મહિલા મળી આવેલ છે તેની પાસે ભારતના કોઈ સરકારી આઈડી પ્રૂફ કે પછી દસ્તાવેજ છે કે કેમ અને તે કયાંથી બનાવવામાં આવેલ છે તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.




Latest News