હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર


SHARE





વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે મોરબી યોજાનારા કાર્યક્રમોની વર્ચ્યુલી સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમાર

દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે મોરબી જિલ્લામાં યોજાનારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોના સુચારુ આયોજન તેમજ આગામી ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લાના પ્રભારી સચિવ રાજેન્દ્ર કુમારે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.

આ બેઠકમાં પ્રભારી સચિવએ માર્ગ અને મકાન, પુરવઠા, સમાજ કલ્યાણ તેમજ મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠક દરમિયાન જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાન તેમજ મહિલાઓના આરોગ્ય અને સુરક્ષાલક્ષી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનના અપડેશન અને પ્રી-મોન્સૂન કામગીરી બાબતે જરૂરી ચર્ચા કરાઈ હતી.

પ્રભારી સચિવએ જિલ્લાના વિવિધ પુલ અને કોઝ-વેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી ચોમાસા પૂર્વે જરૂરી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવા, કોઝ-વે પર પાણીની સપાટી દર્શાવતા માર્કિંગ કરવા તેમજ નાગરિકોની સલામતી માટે જરૂરી ચેતવણી આપતા સૂચના બોર્ડ (સાઇન બોર્ડ) અચૂક લગાવવા સહિત સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ અન્વયે કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને પ્રભારી સચિવ દ્વારા ભાર મૂકવામાં આવેલ મુદ્દાઓ અન્વયે લક્ષ્ય નિર્ધારિત કરી કામગીરી કરવા તાકાત કરી હતી. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનર સંગીતા રૈયાણી, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ સહિતના હાજર રહ્યા હતા.




Latest News