મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


SHARE







મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ HIV ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

એચ.આઈ.વી. સાથે જીવતા નાગરિકોના ઉત્થાન અને સક્ષમ વાતાવરણ પૂરું પાડવાના ઉમદા ધ્યેય સાથે કાર્યરત સંસ્થા આર.ડી.એન.પી.પ્લસ (રાજકોટ ડિસ્ટ્રિક્ટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ એચ.આઈ.વી./એઇડ્સ) દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. (ART) સેન્ટર ખાતે વિશેષ 'શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આ કાર્યક્રમ અન્વયે મોરબી શહેર અને તાલુકાના ૫૦ જેટલા એચ.આઈ.વી. ગ્રસ્ત અને અસરગ્રસ્ત બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન અને આર્થિક મદદ મળી રહે તેવા આશયથી શૈક્ષણિક કીટ અપાઈ હતી.

આ કાર્યક્રમ દરમિયાન આર.ડી.એન.પી. પ્લસના પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલે ઉપસ્થિત બાળકો અને તેમના વાલીઓને શિક્ષણ સુલભ બને તે માટે સરકારશ્રી દ્વારા અપાતી સ્કોલરશિપ યોજના તેમજ વિવિધ તબીબી સહાય અંગે વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ આયોજન માટે મીડાસ સેનેટરીવેર-મોરબી, પેલીકન રોટોફ્લેક્સ પ્રા.લી., એચ.જે. સ્ટીલ લિમિટેડ, અજંતા સ્ટીલ કંપની, ડૉ. પમ્પ, રવિ ટેક્નો ફોર્જ, નેબુલા કંપની-મેટોડા તેમજ દાતા ઇન્દુભાઇ વોરા, પૃથ્વીરાજસિંહ જાડેજા, લાભુભાઈ સેમ્ભલીયા, પ્રશાંત કાસ્ટિંગ અને રાજેશભાઈ જાવીયા સહિતના દાતાઓ તરફથી અમૂલ્ય આર્થિક અને સાધન સહાયનો સહયોગ મળ્યો હતો. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર શ્રીમતી હિમશીખા પંડ્યા, ART સેન્ટરનો તમામ સ્ટાફ તેમજ સમગ્ર પ્રોજેક્ટ ટીમ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ આયોજનને સફળ બનાવવા માટે આર.ડી.એન.પી. પ્લસના સભ્યો અને સ્ટાફ મિત્રો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.






Latest News