હળવદના ટીકર ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા


SHARE





મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસે મહિલાઓ - ખેડૂતોને ડિટેઇન કર્યા

મોરબીના જેતપર ગામે હાલમાં ખાનગી વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કરવામાં આવી રહી છે જોકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી અથવા તો ઓછું આપવામાં આવે છે જેથી ખેડૂતો દ્વારા આ કામનો વિરોધ કરવામાં આવે છે અને પહેલા પૂરું વળતર આપવામાં આવે ત્યાર પછી કામ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. જો કે, કંપનીના માણસો દ્વારા પોલીસનો બંદોબસ્ત લઈને આજે કામ ચાલુ કરાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે મહિલાઓ અને ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો જેથી પોલીસે તેઓને ડિટેઇન કર્યા હતા

મોરબી જિલ્લાના માળીયા, હળવદ, મોરબી, ટંકારા વાકાનેર તાલુકા વિસ્તારોમાંથી ખાનગી વીજ કંપનીની લાઈનો પસાર થઈ રહી છે અને તેના વીજ પોલ ઉભા કરવા માટેની કામગીરી જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહી છે. જો કે, મોટાભાગની જગ્યાએ ખેડૂતોને પૂરું વળતર આપવામાં આવ્યું નથી અથવા તો વળતર આપવામાં જ આવ્યું નથી. અને કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો દ્વારા કામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દરમ્યાન આજે મોરબીના જેતપર ગામે વળતરને લઈને ખેડૂતોએ વીજલાઈન અને પોલ ઊભા કરવાની કામગીરીનો વિરોધ કર્યો હતો અને ખેડૂતોએ આક્ષેપો કર્યા હતા કે, જો કલેકટરના ઓર્ડર અને ડીએલવીસીએ નક્કી કરેલા ભાવ મુજબ કામ કરવામાં આવે અને વળતર આપવામાં આવે તો ખેડૂતોને મોટું નુકશાન થાય છે જેથી ખેડૂતોને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ખેતરમાં અમો કામગીરી કરવા દેવાના નથી તેવી ચીમકી ઉચ્ચારી હતી જેથી કરીને ખેડૂતોને સમજાવવા માટે મોરબીના પ્રાંત અધિકારી સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખેડૂતોને સમજાવવા છતાં તેઓ કામ ચાલુ કરવા દેતા ન હતા જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા સ્થળ ઉપરથી મહિલાઓ અને ખેડૂતોને ડિટેઇન કરવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઈને આવ્યા હતા આમ ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી તેમ છતાં પણ પોલીસનો બળ પ્રયોગ કરીને ખેડૂતના ખેતરોની અંદર વીજ કંપનીના પોલ ઉભા કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે જેથી ખેડૂતોમાં ભારો ભાર રોષની લાગણી છે




Latest News