મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી મોરબીમાં એલ.ઈ.કોલેજ ખાતે UPSC અને GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા ઉપર મેયરે ભાર મૂક્યો


SHARE







મોરબી મહાપાલિકા ખાતે યોજાયેલ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ-વહીવટી પારદર્શિતા પર મેયરે ભાર મૂક્યો

મોરબી મહાપાલિકા ખાતે આજે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોરબીના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને વહીવટી પારદર્શિતા પર મેયરે દ્વારા ભાર  મૂકવામાં આવેલ હતો.

બેઠક મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતિભાઈ પંડસુંબીયા, શાસક પક્ષના નેતા જયેશભાઈ દેસાઈ તેમજ દંડક અર્પિતાબા જાડેજા તથા તમામ કોર્પોરેટરો તેમજ મહાપાલિકાના કમિશનર સહિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને કોર્પોરેશનની ગરિમા અને પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવું, રોજબરોજની વહીવટી પ્રક્રિયાને વધુ સરળ અને લોકાભિમુખ બનાવવી અને મોરબીના ભવિષ્યના વિકાસ માટેના આગામી પ્રોજેક્ટ્સનો રોડમેપ તૈયાર કરવા માટેની ચર્ચાનો સમાવેશ થાય છે અને આ ઉપરાંત શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધા પ્રથામિકતા માટેની પણ આ બેઠક દરમિયાન ચર્ચા કરી હતી. અને ખાસ કરીને નગરજનોની સુવિધામાં વધારો કરવાની સાથોસાથ લોકોના પ્રશ્નોનો ઝડપી નિકાલ કરવા માટેનું માર્ગદર્શન અને કડક સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. અને મહાપાલિકાની ચૂંટાયેલ બોડી તેમજ અધિકારી એક ટિમ બનીને કામ કરે અને મોરબીના વિકાસને એક નવી ઊંચાઈ અને નવી દિશા આપવામાં આવે તેવી લાગણી મેયર દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.






Latest News