મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે ભવ્ય અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના ડાયમંડનગર (આ) ખાતે કાસુન્દ્રા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ-અખંડ વિષ્ણુ યજ્ઞનું ભવ્ય આયોજન વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સો મળી આવ્યા મોરબી નજીકથી કતલખાને લઈ જવાતા 39 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા 8.56 લાખનો મુદ્દામાલ કબજે, એકની ધરપકડ મોરબીના બગથળા ગામે નકલંક દાદાના રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો ભક્તોએ દર્શન કરીને મહાપ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ


SHARE































મોરબીના ખાટકીવાસમાં એક જ ફળિયામાં રહેતા એક જ કુટુંબના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બઘડાટી: મહિલા સહિત 5 સામે ફરિયાદ

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં એક જ ફળિયામાં રહેતા એક જ પરિવારના લોકો વચ્ચે મકાનની ડેલી બંધ કરવા બાબતે અવારનવાર ઝઘડો થતો હતો તે બાબતનો ખાર રાખીને મહિલાને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ તેના દીકરા સહિત કુલ ચાર વ્યક્તિઓને માર મારીને ગાળો આપી હતી જેથી આ બનાવમાં ઈજા પામેલ લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં રહેતા નવાજ ઈકબાલભાઈ ચૌહાણ (18)એ હાલમાં દાઉદભાઈ કાસમભાઈ ચૌહાણ, શાહરૂખ દાઉદભાઈ ચૌહાણ, ફાતિમાબેન દાઉદભાઈ ચૌહાણ, ઇરમ દાઉદભાઈ ચૌહાણ અને શબ્બીર અબ્બાસભાઈ તરકબાણ રહે. બધા ખાટકીવાસ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તેમજ સાહેદ અને આરોપીઓ એક જ ફળિયામાં એક જ મકાનમાં રહે છે જો કે, મકાનની ડેલી બંધ કરવા બાબતે અવારનવાર ઝઘડા થતા હતા અને તે વાતનો ખાર રાખીને દાઉદભાઈ અને શાહરૂખએ ફરિયાદીના ઘરે આવીને તેની માતાને ગાળો આપી હતી જેથી ફરિયાદી અને સાહેદ ઈકબાલભાઈ ત્યાં આવતા આરોપી ફાતિમાબેન અને ઈરમએ સાહેદ ઝરીનાબેન સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપીને જપાજપી કરી હતી ત્યારે ફરિયાદી વચ્ચે પડતા દાઉદભાઈ તથા શાહરૂખે ફરિયાદી અને સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને શાહરૂખે સાહેદ ઈકબાલને જાનથી મારી નાખવાની ધમકી આપીને માથાના ભાગે લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી તેમજ ઝરીનાબેનને વાળ પકડીને ઢસડીને શેરીમાં લાવીને ફાતિમાબેન, ઈરમ અને શબ્બીરે મુંઢ માર મારીને ઈજાઓ કરી હતી આ બનાવ સંદર્ભે ઇજા પામેલા લોકોને સારવારમાં ખસેડવામાં આવેલ હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 












Latest News