હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE







માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો

માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસે યુવાન પોતાની બોલેરો ગાડી બંધ પડેલ હોય પથ્થરની આડસ રાખીને ત્યાં ઉભો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી તે બોલેરો ગાડીને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ભુજના નાગોર ગામે આહીરવાસમાં રહેતા મહેશ ભગુભાઈ ગાગલ (30)એ ટ્રક ટ્રેલર નં. જીજે 12 બીવાય 9322 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયાની પોલીસ ચોકી પાસે ફરિયાદીના ભાઈ વિરમ ભગુભાઈ ગાગલ (35) પોતાની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 12 બીઝેડ 9512 બંધ પડી હોય ત્યાં પાછળના ભાગે પથ્થરની આડસ રાખીને ઉભા હતા ત્યારે આરોપીએ બેફિકરાથી તેનું વાહન ચલાવીને બોલેરોની પાછળના ભાગમાં ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીના ભાઈ વિરમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News