લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો


SHARE









માળીયા કંડલા હાઈવે ઉપર બંધ પડેલ બોલેરોમાં પાછળ ટ્રેક ટ્રેલર અથડાતાં યુવાનનું મોત: ગુનો નોંધાયો

માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ પોલીસ ચોકી પાસે યુવાન પોતાની બોલેરો ગાડી બંધ પડેલ હોય પથ્થરની આડસ રાખીને ત્યાં ઉભો હતો ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી તે બોલેરો ગાડીને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

ભુજના નાગોર ગામે આહીરવાસમાં રહેતા મહેશ ભગુભાઈ ગાગલ (30)એ ટ્રક ટ્રેલર નં. જીજે 12 બીવાય 9322 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, માળીયા કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળિયાની પોલીસ ચોકી પાસે ફરિયાદીના ભાઈ વિરમ ભગુભાઈ ગાગલ (35) પોતાની બોલેરો પીકપ ગાડી નંબર જીજે 12 બીઝેડ 9512 બંધ પડી હોય ત્યાં પાછળના ભાગે પથ્થરની આડસ રાખીને ઉભા હતા ત્યારે આરોપીએ બેફિકરાયથી તેનું વાહન ચલાવીને બોલેરોની પાછળના ભાગમાં ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં ફરિયાદીના ભાઈ વિરમને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News