મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
Breaking news
Morbi Today

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવની બેઠકમાં મોરબી જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા


SHARE







મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવની બેઠકમાં મોરબી જિલ્લાના કલેક્ટર સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાએ ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬’ અન્વયે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જે અંતર્ગત ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ગાંધીનગર ખાતે આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા.

રાજ્ય કક્ષાની આ મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ, મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ ઉપસ્થિત અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવન જિલ્લાના આયોજન અંગે ચર્ચા કરી હતી. કલેક્ટરએ મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સાહભેર અને સો ટકા નામાંકન સાથે સફળ બને તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વર્ચ્યુઅલ બેઠકમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતા મહેતા, મહિલા અને બાળ વિકાસ અધિકારી જલ્પા ત્રિવેદી, સહાયક માહિતી નિયામક પારુલ આડેસરા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News