મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાશે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં યોજાશે વિશ્વ યોગ દિવસનો કાર્યક્રમ

૨૧ જૂન ‘વિશ્વ યોગ દિવસ’ નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગાભ્યાસ કાર્યક્રમ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ સાથે જ જિલ્લાના તમામ નાગરિકો ઉત્સાહભેર યોગ સાધનામાં જોડાઈ શકે તે માટે તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ વિશેષ સંયુક્ત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો અંતર્ગત મોરબી મહાનગરપાલિકાનો કાર્યક્રમ દેવ ફાર્મ, રવાપર રોડ ખાતે યોજાશે. જ્યારે ટંકારા તાલુકા અને નગરપાલિકાનો સંયુક્ત કાર્યક્રમ એમ.પી. દોષી હાઈસ્કુલ ખાતે, હળવદનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે, વાંકાનેરનો કાર્યક્રમ ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે તેમજ માળિયા નગરપાલિકા અને તાલુકાનો સંયુક્ત કાર્યક્રમ સત્યસાંઈ વિદ્યામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે યોજાશે.




Latest News