મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર


SHARE









ઔદ્યોગિક ભરતી મેળાથી મળી તક:  મોરબીના યુવાનને સિરામિક ઉદ્યોગમાં મળ્યો સારો રોજગાર

રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ રોજગારીની ઉમદા તકો ઘરઆંગણે જ મળી રહે તે માટે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત થતા ભરતી મેળાઓ મોરબીના અસંખ્ય યુવાનોના સપનાઓને સાકાર કરવાનું સશક્ત માધ્યમ બન્યા છે. રોજગાર કચેરીના આ પ્લેટફોર્મના માધ્યમથી મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા ભુપેશભાઈ અરવિંદભાઈ જોશી આર્થિક રીતે પગભર બન્યા છે.

ભુપેશભાઈ જોશીએ બી.એ. (Bachelor of Arts) સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હતા અને તેઓએ પોતાના ઉત્સાહજનક અનુભવો અને સફળતાની સાફલ્યગાથા શેર કરતા જણાવ્યું હતું કે, "હું લાંબા સમયથી મારી લાયકાતને અનુરૂપ એક સ્થિર અને પ્રતિષ્ઠિત નોકરીની શોધમાં હતો. આ દરમિયાન મને ઓદ્યોગીક ભરતીમેળાની માહિતી મળી હતી જેથી મેં તેમાં ભાગ લીધો હતો. આ ભરતી મેળામાં મોરબીના ‘સિમ્પોલો વિટ્રીફાઇડ પ્રાઇવેટ લિમિટેડ’ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને તેઓની શૈક્ષણિક ક્ષમતાના આધારે આ કંપનીમાં ‘સી.એક્ઝિક્યુટીવ’ (C.Executive) ની મહત્વની પોસ્ટ ઉપર તેઓને જોબ મળી ગયેલ છે. અને તેઓને ખૂબ જ સારો પગાર પણ કંપની દ્વારા આપવામાં આવી રહ્યો છે. આમ સરકાર દ્વારા આયોજિત ભરતી મેળા ઘણા યુવાનોને રોજગાર માટેની ખૂબ જ  સારી તક પૂરી પડે છે.




Latest News