મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન


SHARE





મોરબી સાર્થક વિદ્યામંદિરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન

મોરબીની સાર્થક વિદ્યામંદીરને સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે સંસ્કૃત ગૌરવ સન્માન પ્રાપ્ત થયું છે.સતત આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પ્રથમ ક્રમે આવી સાર્થક વિદ્યામંદીરે મોરબીનું ગૌરવ વધારેલ છે. 

અમદાવાદ ખાતેની ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી-ગાંધીનગર અને સંસ્કૃત ભારતી- ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃતોત્સવ-૨૦૨૬ યોજાયો હતો.આ ઉત્સવમાં દર વર્ષે વિવિધ પ્રકારના સાહિત્ય અને સંસ્કૃત ક્ષેત્રે સન્માન આપવામાં આવતા હોય છે.જેમાં સંસ્કૃત ગૌરવ પરીક્ષા અંતર્ગત સાર્થક વિદ્યામંદિરને આઠમી વખત સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો.સાર્થક વિદ્યામંદિર તરફથી આ સન્માન લેવા માટે શાળાના સંચાલક, સંસ્કૃતના શિક્ષકો તેમજ વ્યવસ્થાપન ટીમના લોકો ઉપસ્થિત રહ્યા હતા.શાળા પરિવારે વિદ્યાર્થી ,વાલીઓ તેમજ શિક્ષકોને આ સિધ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતા.




Latest News