મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો 57,600 ની રોકડ સાથે પકડાયા


SHARE





હળવદના કડીયાણા ગામે જુગાર રમતા 5 શખ્સો 57,600 ની રોકડ સાથે પકડાયા

હળવદના કડીયાણા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 57,600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમી આધારે કડીયાણા ગામની સીમમાં પાંડાતીર્થ ગામ તરફ જવાનો રસ્તા ઉપર ક્રિકેટના મેદાન પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી કરસનભાઈ વાઘજીભાઈ ઉડેચા રહે. નવા કડીયાણા, રાયમલભાઈ શેલાભાઈ ઠુંગા રહે. કડીયાણા, બીપીનભાઈ જગદીશભાઈ માકાસણા રહે. ચરાડવા, ભુપતભાઈ ચતુરભાઈ માકાસણા રહે. ચરડવા અને ભવાનભાઈ વિરમભાઈ સરૈયા રહે દેવીપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 57,600 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના ગુનામાં આરોપી પકડાયો

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી આરોપી નાસતો ફરતો હોય તેને પકડવા માટેની તજવીજ ચાલુ હતી દરમિયાન એલસીબીની ટીમ દ્વારા આરોપી હરેશકુમાર રવજીભાઈ ઝાપડિયા (30) રહે. કુવાડવા શિવધારા સોસાયટી મૂળ રહે. નાળિયેરી તાલુકો ચોટીલા વાળાને કુવાડવા ચોકડી માધવ હોટલ પાસેથી પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે




Latest News