મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસે બેલા ગામે રેડ કરતા ૩૨૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓની શોધખોળ: વનાળીયા ગામે બીયરના ૯૫ ટીન મળ્યા


SHARE





 

મોરબી તાલુકા પોલીસે બેલા ગામે રેડ કરતા ૩૨૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓની શોધખોળ: વનાળીયા ગામે બીયરના ૯૫ ટીન મળ્યા

મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇને મળેલ બાતમીને આધારે સ્ટાફને સૂચના આપવામાં આવતા સ્ટાફે તાલુકાના બેલા (રંગપર) ગામે રહેણાકં મકાનમાં રેડ કરી હતી.ત્યાંથી જુદી જુદી ત્રણ બ્રાન્ડની નાની મોટી કુલ મળીને ૩૨૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી દારૂ તથા સ્કૂટર જપ્ત કરવામાં આવ્યુ હતુ.હાલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીઓને પકડવા પોલીસને ચક્રો ગતિમાન કર્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઈ નારેજાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે.તેવી તાલુકા પીઆઈ ઘેટીયાને બાતમી મળી હતી.જેને આધારે તેઓએ સ્ટાફને સૂચના કરતા સ્ટાફે ત્યાં રેડ કરી હતી.વસીમભાઈ નારેજાના રહેણાંક મકાનમાં પડેલા જયુપીટર સ્કૂટર પાસે ત્રણ કાર્ટુન હોય અને તેમાં તપાસ કરતાં જુદી જુદી ત્રણ બ્રાન્ડની કુલ મળીને ૩૨૪ બોટલ દારૂ મળી આવ્યો હતો.જેથી રૂપિયા ૪૬,૨૫૦ ની કિંમતનો દારૂ તથા રૂપિયા ૫૦ હજારની કિંમતનું સ્કૂટર જપ્ત કરવામાં આવ્યું હતું.હાલ વાહન તથા દારૂ મૂકીને ભાગી ગયેલા વસીમ ઓસમાણ નારેજા રહે.બેલા (રંગપર) તાલુકો જીલ્લો મોરબી તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો છે.હાલ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબીના વનાળીયા બિયરના ટીન રેઢા મળ્યા

મોરબીના વનાળીયા ગામે ચબૂતરાની પાસે બિયરના ટીન પડ્યા હોય તે અંગે પોલીસને જાણ થતા પોલીસે ત્યાં પહોંચી તપાસ કરતા બિયરના ૯૫ જેટલા ટીન રેઢા મળી આવ્યા હતા.જેથી કરીને અજાણ્યા ઇસમ સામે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો અને અહીં આ બીયરના ટીન કોણે રાખ્યા છે ? અને કોણ વેપલો કરે છે ? તે દિશામાં તાલુકા પોલીસ મથકના ચંદ્રસિંહ પઢિયાર દ્રારા આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મુળ કચ્છના જુના કટારીયા ગામના અને હાલ કચ્છના નખત્રાણા ખાતે રહેતા લખનભાઈ ગેલાભાઈ ભરવાડ બાઇક લઈને જતા હતા.ત્યારે તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા તેઓ ઇજા પામેલ હોય લખનભાઈને અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે ટંકારા તાલુકાના જીવાપર ગામે રહેતા આશાબેન ઘેલાભાઈ વરૂ નામની ૨૫ વર્ષીય મહિલાને તેમના ઘરે તેના પતિ, નણંદ તથા દેરાણી દ્વારા માર મારવામાં આવતા અને ગળુ દબાવવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજા પામેલા આશાબેનને અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરી બનાવ સંદર્ભે વધુ તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.




Latest News