મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ અંતર્ગત સહી ઝુંબેશ અમદાવાદ ખાતે યોજાયેલ રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મોરબીના દીપ પટેલે મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબીમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કારકિર્દી સેમિનાર યોજાશે સરકારના નવો પરિપત્ર જ મંજૂર નથી તો MRC કમિટીમાં રહેવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી: મોરબીના જેતપર ગામના ખેડૂતો વાંકાનેરમાં દેશી દારૂમાં એસન્સ મિક્સ કરીને ડુપ્લિકેટ વિદેશ દારૂનું કૌભાંડ: 80 હજારના મુદામાલ સાથે એકની ધરપકડ, રાજકોટના શખ્સની શોધખોળ મોરબીમાં મચ્છુ માતાજીનાં પ્રાગટ્ય દિવસ નિમિતે અષાઢી બીજે :રાસ-ગરબા અને હુડોની જમાવટ સાથે ભવ્ય રથયાત્રા યોજાઇ મોરબી તાલુકા પોલીસે બેલા ગામે રેડ કરતા ૩૨૪ બોટલ દારૂ પકડાયો, આરોપીઓની શોધખોળ: વનાળીયા ગામે બીયરના ૯૫ ટીન મળ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે


SHARE







મોરબીમાં યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News