મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન


SHARE





મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે પાર્કિંગમાં ટેન્કરો ઉભા રાખવામાં આવ્યા હતા ત્યારે એક એલપીજીના ટેન્કરના કેબીનની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આ બનાવની મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ટેન્કરની કેબિનમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો કરીને આગેને કાબુમાં લેવામાં આવી હતી.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ વાહન પાર્કિંગમાં ટેન્કર સહિતના વાહનોને ઊભા રાખવામાં આવ્યા હતા દરમ્યાન મોડી રાત્રીના સમયે કોઈ કારણોસર એલપીજીના એક ટેન્કરની કેબીનીમાં આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને ટેન્કરની કેબિન આગની જપેટમાં આવી ગઈ હતી માટે આ બનાવની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેબિનમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો કરવામાં આવ્યો હતો. અને ગણતરીની કલાકમાં આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી જો કે, એલપીજીનું ટેન્કર ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી અને આ બનાવમાં કોઈપણને ઇજા થયેલ નથી અને કોઈ જાનહાનિ થયેલ નથી તેવું ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યુ છે.




Latest News