મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન મોરબીની નાલંદા વિદ્યાલય ખાતે ડૉ. ચિન્મય ત્રિવેદી દ્વારા ઓર્થોપેડિક્સ-હાડકાંના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે સાયબર સેફટી બાબતે ડીવાયએસપીની હાજરીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો મોરબીના સિરામિક એસો.ના પ્રમુખો તેમજ ઉદ્યોગકારોએ કર્યું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનું સન્માન મોરબીમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ઠાકોરજીની અદભૂત અને અવિસ્મરણીય શોભાયાત્રા યોજાઇ મોરબી નજીકથી ઇકો કારમાંથી 1.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, 4.09 લાખના મુદામાલ સાથે એક પકડાયો મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં મોરબીના લક્ષ્મીવાસ ગામે કલેક્ટરની હાજરીમાં રાત્રિ સભા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE









મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં નેપાળી યુવાન મળી આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ નજીક આવેલ વિન આર્ટ પેકેજીંગ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપેન્દ્ર પદમ બડુવાલ (35) નામનો યુવાન મોરબીમાં વીસી હાઇ સ્કૂલની પાછળના ભાગમાં કબ્રસ્તાન નજીકથી ઇજા પામેલ હાલતમાં મળી આવ્યો હતો જેથી તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં આવેલ શક્તિનગર ખાતે રહેતા સંજનાબેન દિનેશભાઈ બાહુકીયા (17)ને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કજારીયા ઇન્ફોસિટી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ધનંજયકુમાર યાદવ (૩૩) નામનો યુવાન ઊંચાઈ ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News