મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ


SHARE







મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ એપાર્ટમેન્ટમાં ગૌમાંસ હોવાની હકીકત આધારે હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અઢી કિલો જેટલો માસનો જથ્થો મળી આવ્યો હતો તે માસ ગૌમાસ હોવાની શક્યતા હોવાથી માસના જથ્થામાંથી સેમ્પલ લઈને એફએસએલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે અને આ અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ હોટલની સામેના ભાગમાં એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 602 માં ગૌમાંસનો જથ્થો હોવાની વિહિપ આગેવાન કમલભાઈ અશોકભાઈ દવે (38) રહે. મોરબી વાળાને હકીકત મળી હતી જેથી હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે એપાર્ટમેન્ટની અંદરથી અઢી કિલો જેટલો માસનો જથ્થો મળી આવ્યો હતો અને આ માસનો જથ્થો ગૌમાંસ હોવાની ખરાઈ કરવી જરૂરી હતી જેથી આ અંગેની જાણ એફએસએલને કરવામાં આવી હતી સાથોસાથ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ જાણ કરવામાં આવી હતી માટે પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બે બોટલ દારૂ

મોરબીના ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજ સામેથી પસાર થઈ રહેલા મનુભા વિક્રમસિંહ સોલંકી (45) નામના યુવાનને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 2100 રૂપિયાનો દારૂનો જથ્થો કબ્જે કરીને આરોપીને પકડીને ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના લખધીરપુર રોડ ઉપર રહેતા ગોવિંદભાઈ નવઘણભાઈ હમીરપરા (21) નામના યુવાનને જુના ઘુંટુ રોડ ઉપર ઝીલટોપ સીરામીક કારખાના પાસે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા ચિરાગ ભાઇલાલ જોશી (26) નામના યુવાનને મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News