મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ


SHARE





મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા પરથી દુર કરવા ડીડીઓનો આદેશ

મોરબીના લખધીરપુર ગામે શાળા, આરોગ્ય કેન્દ્ર, પંડિત દિનદયાળ ભંડાર  અને ગ્રામ પંચાયતમાં ખોટી કનડગત કરતાં એક સદસ્યની ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે કરવામાં આવેલ દરખાસ્તને ધ્યાને લઈને ટીડીઓ દ્વારા સદસ્યને હોદા પરથી દુર કરવા માટેનો આદેશ કરવામાં આવેલ છે.

મોરબીની લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચે રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને ટીડીઓ દ્વારા લખધીરપુર ગ્રામ પંચાયતના વોર્ડ-7 ના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધર ગામમાં આવેલ શાળાઓ, આરોગ્ય કેન્દ્ર, પંડિત દિનદયાળ ભંડાર  અને ગ્રામ પંચાયતમાં ખોટી કનડગત કરી ગામના વિકાસના કાર્યો અને બાળકોના શિક્ષણમાં અડચણરૂપ બનતા હોવાથી તેમજ તમામ બાબતોમાં વિરોધ કરી ખોટી ફરિયાદો કરી ગ્રામ પંચાયત અને અન્ય સ્થાનિક સંસ્થાઓને પોતાની ફરજ બજાવવામાં નડતરરૂપ હોવાથી ગ્રામ પંચાયતના સભ્ય પદેથી દુર કરવા દરખાસ્ત કરવામાં આવી હતી જેથી રમેશભાઈ ખાણધરને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 (1) હેઠળ હોદા પરથી દુર કરાયા હતા ત્યાર બાદ અરજદારે હાઈકોર્ટમાં પીટીશન કરી હતી જેથી હાઈકોર્ટના ઓરલ ઓર્ડર મુજબ તેઓએ હોદા પર પુનઃ સ્થાપિત કરાયા હતા.

જો કે, ડીડીઓ કાયદા અનુસાર નવી કારણદર્શક નોટીસ આપીને નવી કાર્યવાહી શરુ કરવા માટે સ્વતંત્ર રહેશે એવું જણાવ્યુ હતું જે આદેશથી રમેશભાઈને હોદા પર પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ મોરબીના ટીડીઓએ અગાઉ પત્રથી કરેલ દરખાસ્તને આધાર બનાવીને રમેશભાઈને કારણદર્શક નોટીસ આપી હતી જેની તા 8/6/26 અને 22/6/26 ના રોજ સુનાવણી રાખવામાં આવી હતી દરમ્યાન એવા તારણ રજુ થયા હતા કે, લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ ખાણધર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને જાહેર સંસ્થાના કર્મચારીઓ સાથે ગેર વર્તણુક કરેલ છે અને સભ્ય તરીકે હોદા પર હોવા છતાં લોક સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ છે અને વિકાસ કામમાં અડચણો ઉભી કરે છે અને પદાધિકારીઓ તેમજ કર્મચારીને ખોટી રીતે હેરાનગતિ કરે છે જેથી મોરબીના ડીડીઓ વિદ્યાસાગરે ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 57 (1) હેઠળ મળેલી સત્તાની રૂએ લખધીરપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈ દેવરાજભાઈ ખાણધરને તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતના સભ્યના હોદા પરથી દુર કરવા હુકમ કર્યો છે અને આ હુકમથી જો સભ્ય નારાજ હોય તો 30 દિવસમાં રાજ્ય સરકારને અપીલ કરી શકે છે.




Latest News