મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા


SHARE





મોરબી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા બે રાહદારી યુવાનોને સારવારમાં ખસેડાયા

મોરબીના મકાનસર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી બે યુવાનો ચાલીને જઇ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનોને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગરમાં રહેતા ઉમેશભાઈ અશોકભાઈ મકવાણા (19અજાણ્યા વાહનચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર મકાનસર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી ફરિયાદી તથા સાહેઆરીફભાઈ બંને ચાલીને શૈલેષ કાંટા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તે બંનેને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે આરીફભાઈને ડાબા પગના કાંડામાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઇને સ્થળ ઉપરથી નાસી છૂટ્યો હતો અને આ બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મોબાઈલ ગુમ

મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા હનીફભાઈ નુરમામદભાઈ સુમરા નામના ૩૩ વર્ષના યુવાને ઓનલાઈન ફરિયાદ વડે ફરિયાદ કરી હતી કે વનળિયા ગામે આવેલ સ્કૂલેથી તે ઘરે જતો હતો.તે સમય દરમિયાન તેનો વીવો કંપનીનો રૂપિયા ૨૨,૯૯૦ ની કિંમતનો મોબાઇલ ક્યાંક પડી ગયો છે અથવા તો ગુમ થઈ ગયેલ છે.જે બાબતે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામતા પોલીસે આ બાબતે નોંધ કરીને તપાસ શરૂ કરી છે.




Latest News