મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે વાંકાનેર સહિત મોરબી જિલ્લાના રેલ્વે પ્રશ્નો અંગે જનરલ મેનેજરને રજૂઆત કરતા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા મોરબીના જેતપર ગામેથી શાંતિપૂર્ણ રીતે શરૂ થયેલ આંદોલન ગુજરાત વ્યાપી બને તેવા સંકેત: આંદોલન સમિતિ મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં 10 શખ્સો પકડાયા: વાંકાનેરમાં વરલીની 3 રેડમાં 3 શખ્સ પકડાયા, 3 ની શોધખોળ હળવદ ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રને ઇજા: સારવાર દરમ્યાન બાળકનું મોત મોરબીમાં 3 સોસાયટીના રોડનું કામ ન કરવામાં આવતા મહિલાઓ સહિતના લોકોએ થાળી વેલણ વગાડીને રવાપર ચોકડી કર્યો ચક્કાજામ મોરબીના લાલપર પાસે કેનાલમાં ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત: અંબિકા રોડ ઉપર ઘરે હાર્ટ એટેક આવી જતાં વૃદ્ધનું મોત મોરબીની માણેક સોસાયટીમાં ઘરમાં જુગાર રમતી 11 મહિલા 39,100 ની રોકડ સાથે પકડાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે


SHARE







મોરબીમાં બે રેડમાં દારૂની 12 બોટલ સાથે બે શખ્સો ઝબ્બે

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે જુદી જુદી બે રેડમાં 12 બોટલ દારૂ સાથે બે ઈસમોને પકડીને કાર્યવાહી કરી હતી.  નવલખી રોડ રણછોડનગરના નાકેથી નીકળેલા સાગર કાંતીલાલ પલાણ લોહાણા (32) રહે. જલારામ એપાર્ટમેન્ટ રણછોડનગર પાસે નવલખી રોડને અટકાવી તેની તલાસી લેવાતા તેની પાસેથી જાંબુન વોડકાની નાની દશ બોટલો કિંમત રૂા.1000નો દારૂ મળી આવતા ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ઘુંટુ રોડ સીલ્વર પાર્ક સોસાયટીમાં રહેતો દેવેન્દ્રસિંહ ઉર્ફે બબો મનુભા ઝાલા (32)ને સોસાયટીના નાકે અટકાવી ઝડતી લેવામાં આવતા તેની પાસેથી રૂા.980ની કિંમતની બે બોટલ દારૂ મળી આવતા તેની સામે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.

વર્લી જુગાર
 મોરબી-2 ભડીયાદ રોડ નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે વર્લી જુગારના આંકડા લઈ રહેલા રોહિત મહેશ વારેવડીયા પ્રજાપતી (34) રહે. સો ઓરડી મેઈન રોડ સાગર પાન પાસેની રોકડા રૂા.1200 સાથે અટકાયત કરી જુગાર અંગે ગુનો નોંધાયો હતો. જયારે નવલખી રોડ યમુનાનગર પાસે વર્લી જુગારના આંકડા લેતા હરેશ પુરણભાઈ થાવરાણી (40) રહે. લાયન્સનગરની રૂા.1400 સાથે ધરપકડ કરી જુગાર અંગે ગુનો દાખલ કરાયો હતો.

મારામારીમાં ઈજા
 મહેન્દ્રનગર ગામે રહેતા સુનિલ સોમાભાઈ ઈગળે (25)ને મહેન્દ્રનગર ચોકડીએ મારામારીમાં ઈજા થતા સારવારમાં ખસેડાયો હતો. જયારે રફાળેશ્ર્વરના મનોજ દેવજીભાઈ ભાંભી (33)ને ભાઈ સાથે મારામારીમાં ઈજા થતા સિવિલે ખસેડાયો હતો. તેમજ લખધીરપુર રોડ ખાતે રહેતો મુકેશ મનસુખભાઈ ડાભી (25) દવા પી ગયો હોય તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

દુષ્કર્મના બીજા ગુનામાં ધરપકડ

 મોરબી તાલુકા પોલીસ મથકે બે ચકચારી દુષ્કર્મના ગુના નોંધાયા હતા. જેમાં એક બાદ બીજા ગુનામાં પણ આરોપી દિનેશ મધુ જખાણીયાની ડીવાયએસપી દલવાડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મોરબી-શનાળા બાયપાસ પાણીના ટાંકા પાસે રહેતી મીતાબેન સુનિલભાઈ ડાભી (30)ને ત્યાં મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયા હતા.

મહિલા સારવારમાં
 શનાળા રોડ વિરાની વાડી ખાતે રહેતા રંજનબેન જશવંતભાઈ કણઝારીયા (30)ને ઘર નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે દરબારગઢ પાસે રહેતા ખીમજીભાઈ મોમૈયાભાઈ મકવાણા (70)ને ઘર નજીક વાહન અકસ્માતે ઈજા થતા 108 વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. 

બાળકી સારવારમાં

મોરબી-રાજકોટ હાઈવે લજાઈના ભીમનાથ રોડે આવેલ ન્યુ મારૂતી પ્લાસ્ટીક ખાતે મશીનમાં આવી જતા મનીષા ધાનસિંગ આદિવાસી નામની નવ વર્ષની બાળકીને ઈજાઓ થતા અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લાવવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે નાની ઉમરની બાળકી કારખાનામાં મશીન પાસે કેમ હતી? શું તે મશીન ઉપર કામ કરતી હતી..? તે તપાસનો વિષય છે






Latest News