મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે કરાઇ નિમણૂક ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે મોરબી-રાજકોટ જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હંસાબેન પારેઘીની વરણી હળવદના ચરાડવા પાસે ગોડાઉનમાંથી જીરૂના જથ્થાની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના ઉંચી માંડલ પાસે ક્રેન ચાલકે હડફેટે લેતા યુવતીનું મોત મોરબીના રંગપર પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી આધેડ મહિલાનું મોત માળિયા (મી) નજીકથી કતલખાને લઈ જવાતા 71 ઘેંટા ભરેલ ટ્રક સાથે 4 શખ્સ પકડાયા મોરબીના ડાયમંડનગર સામે કવાર્ટરમાં અને વાંકાનેર શહેરમાં એક-એક યુવને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો


SHARE







હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો

હળવદ તાલુકાના ગામે ખેતરના શેઢે નાખવામાં આવેલા થાંભલા કાઢી રહેલા બે શખ્સોને ના પાડવા ગયેલ ખેડૂતના દીકરાની સાથે ઝપાઝપી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ખેડૂત પોતાના દીકરાને બચાવવા માટે જતા તેને માથાના ભાગે લાકડાનો ધોકો મારીને માથું ફાડી નાખવામાં આવ્યું હતું જ્યારે તેના ભત્રીજા અને દીકરાને ઢીકા પાટુનો માર મારીને શરીરને ઇજાઓ કરવામાં આવી હતી આ માથાકૂટમાં ઈજા પામેલ ખેડૂતને સારવારમાં લઈ જતા તેને માથામાં છ ટાંકા આવ્યા હતા અને સારવાર લીધા બાદ ખેડૂતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા છગનભાઈ પોપટભાઈ કંજારીયા (40)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગોરધનભાઈ મોહનભાઈ સોનગ્રા, ધર્મેન્દ્રભાઈ અંબારામભાઈ સોનગ્રા, વાસુદેવભાઈ મોહનભાઈ સોનગ્રા, કાંતાબેન વાસુદેવભાઈ સોનગ્રા અને રમીલાબેન ધર્મેન્દ્રભાઈ સોનગ્રા રહે બધા વેગડવાવ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ખેતરના સેઢે થાંભલા નાખવામાં આવ્યા હતા જેને ગોરધનભાઈ તથા ધર્મેન્દ્રભાઈ કાઢતા હતા જેથી ફરિયાદીના દીકરા ગૌતમે થાંભલા કાઢવાની ના પાડી હતી ત્યારે ગોરધનભાઈ અને ધર્મેન્દ્રભાઈએ ફરિયાદીના દીકરાને ગાળો આપીને તેની સાથે ઝપાઝપી કરી હતી જેથી ફરિયાદી ત્યાં પોતાના દીકરાને બચાવવા માટે થઈને ગયા હતા ત્યારે કાન્તાબેને લાકડાના ધોકા વડે ફરિયાદીને માથામાં માર માર્યો હતો અને ગંભીર ઈજા કરી હતી તેમજ ફરિયાદીના ભત્રીજા પ્રવીણને પણ પીઠના ભાગે લાકડાના ધોકા મારીને મુંઢ ઇજા કરવામાં આવી હતી જ્યારે કાંતાબેન અને રમીલાબેને ફરિયાદીના દીકરાને કોણીથી માર મારીને નાક અને ગળે મુંઢ ઇજાઓ કરી હતી જ્યારે ગોરધનભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં ફરિયાદીને માથામાં છ ટાંકા આવ્યા હોય હાલમાં સારવાર લીધા બાદ તેણે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News