વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેરના લુણસર ગામે ઘર નજીક છાશની થેલી અને ખીચડી નાખવા બાબતે યુવાનની સાથે બોલાચાલી ઝઘડો થયો હતો ત્યારે લોખંડના ધારિયા વડે હુમલો કરીને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા કરવામાં આવી હતી તથા હાથમાં ફ્રેક્ચર અને ઢીકાપાટુનો માર મારી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે
વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રમેશભાઈ ગેલાભાઈ ધ્રાંગીયા (31)એ દેવશીભાઈ ગમારા રહે. લુણસર વાળા ની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે સાહેદ રાજાભાઈ વિહાભાઇ સાથે આરોપીએ ઘર નજીક છાશની થેલી તેમજ ખીચડી નાખવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ લોખંડના ધારીયા વડે હુમલો કર્યો હતો અને ત્યારે રાજાભાઈને માથાના ભાગે લોખંડના ધારિયા વડે માર મારીને ઇજા કરી હતી તથા ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર અને શરીરે ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ઈજા પામેલા રાજાભાઈને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં રમેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઈક ની ચોરી
મોરબીના નીચી માંડલ ગામે રહેતા રૂપાભાઈ લીલાભાઈ ખટાણા (29) એ મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, નીચી માંડલ ગામના જુના ઝાપા પાસે આવેલ કમિટીના હોલ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 39 એફ 9705 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હોય 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે