જો પૂરતા વળતરનો પરિપત્ર નહિ તો ભાજપ પક્ષને પ્રવેશબંધી: મોરબી જિલ્લાના જુદાજુદા 40 ગામોમાં લાગ્યા બેનર મોરબી જીલ્લામાં એક પોલીસ કર્મચારી સસ્પેન્ડ અને બે પોલીસ કર્મચારીની ભુજ ખાતે બદલી વિશ્વ હિન્દુ પરિષદ-દુર્ગાવાહિની-માતૃશક્તિ મોરબી જિલ્લા દ્વારા જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે રાસ-ગરબા અને ભારતીય સ્પર્ધાત્મક રમતોનું આયોજન સેવા સમર્પણ, લક્ષ્ય નિરામય; મોરબી જિલ્લાના વેજલપર આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર મોરબી અને માળિયા વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન દેવ વેટલેન્ડ એન્ડ સોશિયલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા રાહત સહાય મોરબી જિલ્લામાં ૩૧ ઓગષ્ટ સુધી સ્પા, હથિયારબંધી, સભા-સરઘસ, કર્મચારીઓ, ભાડુઆત તથા ખેત શ્રમિકો અંગે જાહેરનામું બહાર પડાયું મોરબીના વીરપરડા ગામે કુવાનું પાણી અચાનક હાલકડોલક થવા લાગતા ભારે કુતુહલ મોરબીમાં દારૂની ત્રણ રેડ : ૪૯ બોટલ સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની ત્રણ રેડ : ૪૯ બોટલ સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ ચાલુ


SHARE







મોરબીમાં દારૂની ત્રણ રેડ : ૪૯ બોટલ સાથે બે પકડાયા, ત્રણની શોધખોળ ચાલુ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સીટી વિસ્તારમાં જુદી-જુદી ત્રણ જગ્યાઓએ દારૂની રેડ કરી હતી.જેમાં ૪૯ બોટલ સાથે બે ઇસમો પકડાયા છે અને હાલ ત્રણ શખ્સોની શોધખોળ ચાલુ હોવાનું સુત્રો દ્રારા જણાવાયેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના જયદિપભાઇ દેવસુર, ચિરાગસિંહ ગેહિલ, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સીટી વિસ્તારમાં રાઉન્ડમાં હતો ત્યારે મળેલ બાતમી આધારે કેનાલ રોડ અવની ચોકડી પાસેથી નિકળેલા સુઝુકિ એક્સેસ સ્કુટર નંબર જીજે ૩૬ એઇ ૮૬૧૦ કિંમત રૂા.૫૦ હજારને અટકાવી તલાસી લેતા ભારતીય બનાવટના વિદેશીદારૂની ઓલ સેસન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કીના પ્લાસ્ટીકના બે ચપલા કિંમત રૂા.૨૪૦ સાથે સ્થળ ઉપરથી મળી આવેલા ધર્મેદ્રભાઈ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા બોરીયા (ઉ.વ.૩૭) રહે.તુલસી પાર્ક સોસાયટી શનાળા બાયપાસ મોરબી મૂળ રહે.રવાપર ગામ તા.જી.મોરબી તે પકડી તેની ઉલટ તપાસ કરતા નુરૂદીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી રહે. મકાન નંબર-૭ ખોજા સોસાયટી તુલસી પાર્ક પાછળ મોરબીનું નામ ખુલતા બંને સામે ગુનો નોંધાયો હતો.

બાદમાં વધુ પુછપરછ કરી ધર્મેદ્રભાઇ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયાની રવાપર ચોકડી કેપીટલ માર્કેટ ચોથા માળે આવેલી દુકાન નંબર એફ-૫૦ માં રેડ કરતા ત્યાંથી બ્લેક ડોગ સેન્ટેનરી બ્લેક રીઝર્વ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની સાત બોટલ કિંમત રૂા.૧૦,૭૪૫, ટીચર્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂા.૩૩૧૨, બ્લેક એન્ડ વ્હાઇટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની આઠ બોટલ કિંમત રૂા.૧૪,૨૧૬, વેટ-૬૯ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂા.૧૯૦૦, રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીના પ્લાસ્ટીકના ૧૯ ચપલા કિંમત રૂા.૨૨૮૦ તથા ખાલી કાચની બોટલ નંગ-૫, સ્ટીકર નંગ ૧૮, ઢાંકણા નંગ ૩૦ તથા ચેક બુક મળીને કુલ ૩૨,૪૫૩ નો નુદામાલ મળી આવતા માલ મંગાવનાર ધર્મેદ્રભાઈ ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા બોરીયા (ઉ.વ.૩૭) રહે.તુલસી પાર્ક સોસાયટી શનાળા બાયપાસ મોરબી મૂળ રહે.રવાપર ગામ તા.જી.મોરબી અને મહેશભાઇ દાનાભાઈ જારીયા રહે.રવાપર તેમજ તેઓને માલ આપનાર રાજકોટના ધવલભાઇ પરમાર એમ ત્રણ સામે ગુનો નોંધીને મહેશ જારીયા તેમજ ધવલ પરમારની શોધખોળ શરૂ કરેલ છે.

જયારે પહેલી રેડમાં જેનું નામ ખુલેલ તે નુરૂઉદીનની શોધખોળ ચલાવી ત્રીજી રેડ શનાળા ગામ પાસેના ભકિતનગર સર્કલ ઓવરબ્રીજ નીચે કરવામાં આવતા ત્યાંથી મળી આવેલા નુરૂઉદીન ઉર્ફે નુરો નિઝામઅલી કચરાણી જાતે ખોજા (ઉ.વ.૩૮) રહે.મકાન નંબર-૭ ખોજા સોસાયટી તુલસી પાર્ક પાછળ મોરબીની જડતી દરમ્યાન તેની પાસેથી ભારતીય બનાવટના વીદેશીદારૂની ઓલ સેસન્સ ગોલ્ડ કલેકશન રીઝર્વ વ્હીસ્કીના બે ચપલા કિંમત રૂા.૨૪૦ તથા રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીના પ્લાસ્ટીકના આઠ ચપલા કિંમત રૂા.૯૬૦ મળી આવતા સ્થળ ઉપરથી નુરૂઉદીન કચરાણીને પકડીને તેની અને નામ ખુલતા શૈલેષભાઇ પુનાભાઇ વાળા રહે.શનાળા તા.મોરબી એમ બે સામે ત્રીજો ગુનો નોંધીને આગળ તજવીજ શરૂ કરેલ છે.






Latest News