મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મહેસુલી તલાટીઓની સેજા ખાતેની કામગીરી સુનિશ્ચિત કરવા સમયપત્રક નક્કી કરાયું
Breaking news
Morbi Today

મોરબીના વીરપરડા ગામે કુવાનું પાણી અચાનક હાલકડોલક થવા લાગતા ભારે કુતુહલ


SHARE







મોરબીના વીરપરડા ગામે કુવાનું પાણી અચાનક હાલકડોલક થવા લાગતા ભારે કુતુહલ

દુનિયામાં ઘણી વખત માન્યમાં ન આવે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ ઘટના મોરબી તાલુકાના વીરપરડા ગામે સામે આવી છે જેમાં ગામના ખેડૂતના ખેતરમાં વરસાદ બાદ આવેલ પાણી અચાનક જ હાલકડોલક થવા લાગ્યું હતું જેથી લોકોમાં ભારે કુતુહલ હતું અને કૂવામાં હાલકડોલક થતા પાણીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે વિડીયો હાલમાં સોશિયમ મીડિયામાં વાયરલ થયો છે.

મોરબી જિલ્લામાં ગત શનિવારે ભારે વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ સ્થાનિક જળાશયોમાં નવા નિરની આવક થઇ હતી તેવી રીતે મોરબી તાલુકાના વીરપરડા ગામે પ્રાણજીવનભાઈની વાડીમાં આવેલ કુવામાં પણ નવા નીરની આવક થઈ હતી અને તેઓના કૂવામાં આવેલ કૂવો છલોછલ થઈ ગયો હતો ત્યારબાદ કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ પાણી હાલત ડોલક થવા લાગ્યું હતું જેથી ત્યાં હાજર રહેલા લોકોમાં કુતુહલ સર્જાયું હતું અને એક વ્યક્તિએ તાત્કાલિક કુવામાં હાલકડોકલ થતા પાણીનો વિડીયો બનાવી લીધો હતો જે વિડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

હાલમાં જે કુવાની અંદર પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થઈ રહ્યું છે તેની આસપાસના વાડી વિસ્તારમાં આવેલ કુવામાં પાણીમાં કોઈપણ પ્રકારનો કરંટ જોવા મળતો નથી અને ત્યાં સંપૂર્ણ સ્થિર અને શાંત પાણી જોવા મળી રહ્યું છે જોકે માત્ર એક જ કુવામાં પાણી હાલકડોલક થતું હોય આ બાબતે પર્યાવરણવિદ વી.ડી.બાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટનાની વૈજ્ઞાનિક તપાસ થવી જોઈએ જેથી આ બાબતે મોરબીના ગ્રામ્ય વિસ્તારના મામલતદારને જાણ કરવામાં આવતા મામલતદારે સર્કલ અધિકારીને ઘટના સ્થળે જઈને તપાસ કરવા માટે થઈને આદેશ કર્યો હતો જોકે હજુ સુધી કુવામાં પાણી કેમ હાલકડોકલ થતું હતું તે બાબતનું રહસ્ય અકબંધ છે




Latest News