મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 પકડાયા


SHARE





વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સ પકડાયા

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં પોલીસ  દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ શખ્સોને જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 10,200 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે મફતીયાપરામાં નરસીભાઈ પાંચાભાઇ ચૌહાણના ઘર પાસે ખુલી જગ્યામાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સુરેશભાઈ વશરામભાઈ ગર (23) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર, મહેશભાઈ ધીરુભાઈ સંઘાર (35) રહે. વેલનાથ પરા શેરી નંબર છ રાજકોટ, આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગિયાણી (30) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર, સાગરભાઇ કેશાભાઈ વિકાણી (31) રહે. ગાયત્રી મંદિર પાસે વાંકાનેર અને લાલો ગોરધનભાઈ જોગિયાણી (27) રહે. રવાપર રોડ કાલિકા પ્લોટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,200 ની રોકડ ખાતે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો
મોરબીમાં કુબેર ટોકીઝ પાસે રહેતા નીલોફરબેન આદિલભાઈ મેજા (28) નામની મહિલાને કપડાં ધોતી હતી તે વખતે ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હોય તે નીચે પડી ગઈ હતી જેથી શરીરે ઇજાઓ થઈ હોવાથી મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

ઇલેક્ટ્રીક શૉટ લાગ્યો

મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પ્રભાબેન વિજયભાઈ પટેલ (40) નામના મહિલા ઘરે કામ કરી રહી હતી ત્યારે તેને ઈલેક્ટ્રીક શૉટ લાગ્યો હતો જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હત




Latest News