મોરબીના શનાળા ગામે રહેણાંક મકાનમાં રેડ, દારૂની ૬૪ બોટલ સાથે બે પકડાયા એકની શોધખોળ ચાલુ કચ્છ સાંસદ વિનોદ ચાવડા દ્વારા લીલી ઝંડી આપી ભુજ ડેપોથી ત્રણ નવી બસ સેવાઓનો પ્રારંભ મોરબીના ખાખરળા પાસેથી 150 મણ જીરૂની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં


SHARE





મોરબી રફાળેશ્વર ગામ પાસે કાર ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં

મોરબી રફાળેશ્વર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું જેને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા ત્રણ યુવાનોને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં વીસીનગર પવિત્ર કુવા પાસે પ્રકાશ કારખાના વાળી જગ્યામાં રહેતા ઈરફાનભાઇ મહમદભાઈ પઠાણ (19)એ હાલમાં કાર નંબર જીજે 1 કેએન 6250 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ નજીક ફલોવર હોટલથી આગળના ભાગમાં કારના ચાલકે ફરિયાદી તથા સાહેદ કિશનભાઇ તેમજ નયનભાઈ બાઈક નંબર જીજે 36 એકે 0220 લઈને જતા હતા તે બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો આ બનાવમાં ફરિયાદી અને સાહેદોને મૂઢ ઇજાઓ થઈ હતી જેમાં સાહેદ નયનને ડાબા પગે ગંભીર ઈજા થઈ હોવાથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા અસગર અમીનભાઈ મોવર (45) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News