મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે છોકરા માટે નાસ્તો લેવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
SHARE
મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે છોકરા માટે નાસ્તો લેવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત
મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે રહેતી મહિલાને તેના સંતાનો માટે નાસ્તો લેવા બાબતે પતિની સાથે ઝઘડો થયો હતો ત્યારે બાદ મહિલાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે મોરબીમાં રહેતા આધેડ મહિલાને આંચકીની બીમારી હોય તેને સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું છે
મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા દીપિકાબેન સરદારભાઈ ભાભર (25) નામના મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતુ જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને તેને ત્રણ સંતાન છે. જો કે, સંતાનો માટે નાસ્તો લેવાની વાતમાં પતિની સાથે ઝઘડો થયો હતો અને બાદમાં પતિ ઘરેથી બહાર નાસ્તો લેવા માટે ગયો હતો તેવામાં મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું.
આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ભીમરાવનગરમાં રહેતા લીલાબેન જગદીશભાઈ ચૌહાણ (58) નામના આધેડ મહિલાને આંચકીની બીમારી હોય ગત તા. 5/8 ના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેને આંચકી ઉપાડતા સારવાર માટે પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના પતિ જગદીશભાઈ દેવજીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









