મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત


SHARE







મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત

મોરબીના પંચાસર રોડ ઉપરથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે મામાદેવના મંદિર પાસે કોઈ કારણોસર તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને માથા અને જમણા હાથ-પગમાં ઇજા થઇ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના પંચાસર ગામ પાસે આવેલ શિવનગરમાં રહેતા વાલજીભાઈ લવજીભાઈ રૂપાલા (60) નામના વૃદ્ધ ગઈકાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં પોતાનું બાઈક નંબર જીજે 3 એ જે 7798 લઈને પંચાસરથી મોરબી તરફ આવી રહ્યા હતા દરમિયાન મામાદેવના મંદિર પાસે પંચાસર રોડ ઉપર તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વાલજીભાઈ રૂપાલાને માથા તથા જમણા હાથ અને પગે ગંભીર જા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે , સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના પરિવારજન જીતેન્દ્રભાઈ ધરમશીભાઈ રૂપાલા (42) રહે. ઉમા રેસીડેન્સી પંચાસર રોડ મોરબી વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી એ ડિવિઝન પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનને માર માર્યો

મોરબીની લીલાપર ચોકડી પાસે મુન્નાસિંગ રામદેવ યાદવ (28) નામના યુવાનને લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
4 બોટલ દારૂ સાથે એક પકડ્યો
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ તુલસી પાર્કની બાજુમાં ખોજા સોસાયટીમાં રહેતા નૂરુદ્દીન ઉર્ફ નુરો નિઝરઅલી કચરાણી (38) ના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની એક મોટી તથા ત્રણ નાની બોટલો મળી આવતા પોલીસે ચાર બોટલ દારૂ જેની કિંમત 2137 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેની પાસેથી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો દાનાભાઈ જારીયા રહે.તુલસી પાર્ક રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.




Latest News