મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હળવદમાં બુધવારે નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા)નું ભવ્ય આયોજન ભક્તિ સાથે દર્દીઓની સેવા: હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૨૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે આયુષ મેગા કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE







ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પાડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા વૃદ્ધાને તેના પુત્ર અને પુત્રવધુએ મકાન નામે કરી આપવા માટે કહ્યું હતું ત્યારે વૃદ્ધાએ મકાન નામે કરી આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અને પુત્રવધુએ વૃદ્ધાની સાથે ઝપાઝપી કરી હતી અને તેઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ સારવાર લીધા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ચાર ગોદામ પાછળ આંબેડકર નગર કોલોની શેરી નં-4 માં રહેતા પુરીબેન વીરાભાઇ ચાવડા (90)એ હાલમાં તેના દીકરા રામજીભાઈ વીરાભાઇ ચાવડા અને પુત્રવધુ ભાનુબેન રામજીભાઈ ચાવડા રહે. બંને આંબેડકર કોલોની વીસીપરા મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના દીકરા અને પુત્રવધુએ તેઓની માલિકીનું મકાન પોતાના નામે કરી આપવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીએ તેના દીકરા અને પુત્રવધુને મકાન નામે કરી આપવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ ગયેલા પુત્ર અને પુત્રવધૂએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાપાજપી કરીને શરીરે મુંઢ ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં પોતાના પુત્ર અને પુત્રવધુની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સ્પાના સંચાલક સામે કાર્યવાહી

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ નજીક નેક્ષા સ્પા આવેલું છે અને ત્યાં કામ કરતા કર્મચારીઓના ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં આપ્યા ન હતા અને સીસીટીવી કેમેરામાં રેકોર્ડિંગ જાહેરમાં મુજબ રાખવામાં આવતું ન હતું જેથી કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં સ્પાના સંચાલક અને મેનેજર પ્રિન્સ ભરતભાઈ વાઢેર રહે.પાવન પાર્ક--2 હાઉસિંગ બોર્ડ પાછળ મોરબી વાળાની સામે ગુનો નોંધી તેને પકડીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી




Latest News