મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ૪ વિદ્યાર્થી સહિત કોરોનાના નવા ૧૮ પોઝીટીવ કેસ: દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી શોધવામાં તંત્ર વામણું !


SHARE











મોરબી જીલ્લામાં ૪ વિદ્યાર્થી સહિત કોરોનાના નવા ૧૮ પોઝીટીવ કેસ: દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી શોધવામાં તંત્ર વામણું !

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ગઈકાલના દિવસમાં મોરબી જિલ્લાની અંદર વધુ ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ચાર વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા કુલ મળીને ૧૦૪ થઈ ગયેલ છે અને મોરબી શહેરના જ જુદાજુદા વિસ્તાર તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં લોકો કોરોનાથી સંક્રમિત થયા છે જો કે, કોરોનાગ્રસ્ત દર્દીનો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય વિભાગ કે તંત્ર મેળવી શકતું નથી ત્યારે સ્થાનિક લેવલે જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે કે શું તે મોરબી જીલ્લાના લોકો માટે ચિંતાનો વિષય છે

મોરબી જીલ્લામાં લોક ડાઉન ૧૨ અને ૩ માં કોરોનાના કેસ નહીવત કહી શકાય તેટલા જ હતા પરંતુ જે તે સમયે અનલોક-૧ અમલમાં આવ્યું હતું ત્યારથી મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યામાં ચિતાજનક રીતે વધારો થઇ રહ્યો છે અને કોરોનાની બીજી લહેર વખતે મોરબીમાં કોરોનાના દર્દીઓ તેમજ તેના પરિવારજનોની હાલત દાયનીય બની ગઈ હતી જે તમામ લોકો જાણે જ છે આજની તારીખે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં કોરોનાનો કેસ આવવા લાગ્યા છે અને તેમાં પણ ખાસ કરીને તેમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહયો છે ત્યારે ગઇકાલની જો વાત કરીએ તો મોરબી જીલ્લામાં ૧૪૯૨ લોકોના સેમ્પલ લેવામાં આવેલ હતા જેમાથી ચાર વિદ્યાર્થી સહિત ૧૮ નવા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવેલ છે જો કે, કોરોનાના કેસ વધી રહ્યા છે રેની સામે કોરોનાનું સંક્રમણ લોકોને કેવી રીતે લાગી રહ્યું છે તે સામે આવતું નથી એટ્લે કે આરોગ્ય વિભાગ અને તંત્ર જેને કોરોના પોઝિટિવ આવે છે તેની ટ્રાવેલ હિસ્ટ્રી શોધવામાં વામણા પુરવાર થઈ રહયા છે જેથી કરીને મોરબી શહેર અને જીલ્લાના લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે

મોરબી શહેરના જુદાજુદા એરીયામાં તેમજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાં ધીમેધીમે કરતાં આજની તારીખે કોરોનાના ૧૦૪ એક્ટિવ કેસ થઈ ગયા છે જેથી કરીને આરોગ્ય વિભાગ હાલમાં દોડતું થઇ ગયું છે અને કેટલાક વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવા સહિતની કામગીરી શરૂ કરવામાં આવેલ છે પરંતુ મહત્વની વાતે છે કે છેલ્લા દિવસોથી જે કોઇપણ કોરોના પોઝીટીવ દર્દી આવે છે તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી આરોગ્ય વિભાગ કે પછી વહીવટી તંત્રને મળતી જ નથી ત્યારે આ દર્દીઓને કોરોનાનું સંક્રમણ કયાંથી લાગ્યું તે સૌથી મોટો સવાલ છે જેનો જવાબ મોરબીના કોઈ અધિકારી આપી શકતા નથી માટે અને અગાઉ જે રીતે કોરોનાનું સંક્રમણ બહાર ગયેલા લોકોમાં જોવા મળી રહ્યું હતું તે રીતે આ વખતે દેખાતું નથી આ વખતે બીજા જિલ્લા કે રાજ્યમાં ન ગયેલા લોકોને પણ કોરોનાનું સંક્રમણ લાગી રહયું છે જેથી કરીને સ્થાનિક લેવલે જ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News