મોરબીમાં કારના માલિકને ધી ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપનીએ ચુકવ્યા ૩.૧૯ લાખ
મોરબી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે પ્રજ્ઞાચક્ષુને ભોજન-ગાયનું પૂજન કરી જન્મદિન ઉજવ્યો
SHARE
મોરબી શહેર યુવા ભાજપના ઉપપ્રમુખે પ્રજ્ઞાચક્ષુને ભોજન-ગાયનું પૂજન કરી જન્મદિન ઉજવ્યો
ગઇકાલે મોરબી શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ અજયભાઈ ગરચરનો જન્મદિવસ હતો અને તેને ગઇકાલે શહેર યુવા ભાજપની પૂરી ટીમ અને મિત્રો સાથે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનની મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા ૧૬૦ થી વધુ પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવ્યુ હતું અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન ભુવનના સંચાલક હાતિમભાઈ અને પૂરી ટીમની સેવાને બિરદાવી હતી અને ત્યાં બાદ ગાય માતનું પૂજન કર્યું હતું આ તકે મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી જયદિપભાઈ હુંબલ, મોરબી શહેર યુવા ભાજપ મહામંત્રી વિક્રમભાઈ વાંક, યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ કેયુરભાઈ પંડ્યા, જયેશભાઈ ડાભી, રાહુલભાઇ હુંબલ, મંત્રી વિરલભાઈ ખાખરિયા, મનીષભાઈ બોરીચા, કોષાધ્યક્ષ મહેશભાઈ સોલંકી, આઇટી ઇન્ચાર્જ વિજયભાઈ ગજીયા, જયેશભાઈ જીલારિયા તથા અન્ય મિત્રો હાજર રહ્યા હતા