વાંકાનેર નજીકથી ૪ કિલો ગાંજા સાથે ઝડપાયેલા ત્રણ શખ્સોને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરશે
મોરબીના બેલા નજીક મશીનના બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત
SHARE
મોરબીના બેલા નજીક મશીનના બેલ્ટમાં આવી જતા યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીકના સિરામિક યુનિટમાં કામ દરમિયાન મશીનના બેલ્ટમાં આવી જવાથી મજૂર યુવાનનું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકાના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ નજીકના એબ્રોડ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતા મીરહુશેન કુરાનદીન મીંયા નામના ૪૫ વર્ષીય યુવાનનું કામ દરમિયાન મશીનના બેલ્ટ (પટ્ટ) માં આવી જવાથી ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ. જેથી કરીને મૃતકના ડેડબોડીને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું જ્યાંથી જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઈ એન.જે.ખડિયાએ બનાવ સંદર્ભે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના વાવડી ગામે આવેલ કબીર આશ્રમ પાસે રહેતાં કિરણ બાબુભાઈ ગરચર નામના ૩૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતાં સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી નજીકના રાજપર ગામે આવેલ એરિકા પ્લાયવુડ નામના યુનિટમાં ઈલેક્ટ્રીક શોટ લાગવાથી વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં કિશન જીતબહાદુર સોની નેપાળી નામના ૨૮ વર્ષીય યુવાનને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના આર.બી.વ્યાસે પ્રાથમિક તપાસ કરી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના પંચાસર ગામે રહેતા દયાબેન પરસોતમભાઈ કુંઢીયા નામની ૫૩ વર્ષીય મહિલાના પતિની સાથે બાઈકના પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે પંચાસર ગામ નજીક મામાદેવના મંદિર નજીક તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત દયાબેનને સારવાર માટે ખસેડાયા હતા.બનાસકાંઠાના વાવના રહેવાસી પ્રભુભાઈ અરજણભાઈ ઠાકોર નામના ૪૫ વર્ષીય યુવાનને મોરબી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે ગત રાત્રીના એકાદ વાગ્યે અહિંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.