મોરબીના લાલપર નજીક અગ્નિસ્નાન કરી લેતાં યુવતીનું સારવાર દરમિયાન મોત
SHARE
મોરબીના લાલપર નજીક અગ્નિસ્નાન કરી લેતાં યુવતીનું સારવાર દરમિયાન મોત
મૂળ અમદાવાદ નજીકના ગામડાના વતની અને હાલ મજૂરીકામ અર્થે મોરબી નજીકના લાલપર ગામની નજીક રહેતા પરિવારની અપરિણીત યુવતીએ કોઈ કારણોસર અગ્નિસ્નાન કરી લીધું હતું જેથી કરીને તેણીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું ગત મોડી રાત્રીના જ મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ નજીકના દોધર ગામના વતની અને હાલ અહીં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહીને કારખાનામાં મજૂરી કામ કરતાં પરિવારની ધર્મિષ્ઠાબેન બાબુભાઈ મકવાણા નામની ૨૬ વર્ષીય અપરિણીત યુવતીએ તેના ઘેર અગ્નિસ્નાન કરી લીધુ હતુ.જેથી કરીને ધર્મિષ્ઠાબેન મકવાણા નામની યુવતીને મોરબી સિવિલે સારવારમાં લાવવામાં આવી હતી. અહીં પ્રાથમિક સારવાર આપીને રાબેતા મુજબ અહીં બર્ન્સ વિભાગ ન હોવાથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જોકે ત્યાં ગત મોડી રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ધર્મિષ્ઠાબેનનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે મૃતકના ભાઈ અજયભાઈ મકવાણા સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક ધર્મિષ્ઠાબેન થોડા માનસિક અસ્થિરતા હતા કામ ચીંધીએ તો કામકાજ કરતા હતા અને કોઇ કામ બાબતે સામાન્ય ઠપકો આપવામાં આવતાં તેણીએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હતુ.મૃતક બે ભાઈ અને બે બહેનમાં નાના બહેન હતા. પરિવાર મજુરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો દરમિયાનમાં ઉપરોક્ત બનાવ બની જતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.
પશુ અતિક્રમણના ગુનામાં ધરપકડ
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં પશુઅતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધાયો હતો જે ગુનામાં બીટ જમાદાર એએસઆઈ એન.જે.ખડિયા દ્વારા મકસુદ હારૂન ખાખી જાતે ચાકી (૪૬) અને નજીર હાજી કસાઇ (૬૩) રહે.ખત્રી મસ્જીદ મટન માર્કેટ જામનગર વાળાઓની ધરપકડ કરવામાં આવી હોવાનું તાલુકા પોલીસ સુત્રો તરફથી જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના માળિયા મિંયાણા તાલુકાના દેરાળા ગામે રહેતો સુરેશ પ્રભુભાઈ ધોળકિયા નામનો ૨૭ વર્ષીય કોળી યુવાન ગત તા.૩૦-૧૨ ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નારણકા અને માનસર વચ્ચેથી જતો હતો ત્યાં તેને કોઈએ ઝેરી દવા પીવડાવી દેતાં સારવારમાં ખસેડાયો હતો બનાવ સંદર્ભે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર નજીકના બેલા ગામે આવેલ અટેરા સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરીકામ કરતાં રાજેશ મુક્તેશ્વર ખમારી નામના ૨૪ વર્ષીય યુવાનને રંગપર ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો.