હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
SHARE
ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
વાંકાનેર બાઉન્ડ્રી પાસે એલસીબીની ટીમ વાહન ચેકિંગ કરીને હતી દરમિયાન હકીકત મળી હતી કે ટંકારા તથા વાંકાનેર શહેરમાં જુદી જુદી બે ઘર ફોડ ચોરીની ઘટનાઓ બની હતી તે બંને ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ નંબર પ્લેટ વગરનું બાઈક લઈને વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થવાના છે જેથી પોલીસે વોચ રાખી હતી દરમિયાન બે શખ્સ નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળતા તેને રોકીને પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ શખ્સોએ ટંકારા અને વાંકાનેરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે તેઓની પાસેથી સોના અને ચાંદીના દાગીને તથા બાઈક મળીને 4,39,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર નજીક આવેલ જુના વઘાસીયા ગામે રહેતા હાથમાં ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના રહેણાંક મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ તેના ઘરની અંદરથી સોના અને ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને 1.71 લાખ રૂપિયાની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવી હતી જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધ થઈ હતી આવી જ રીતે ટંકારામાં ડેરી નાકા પાસે રહેતા વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલના મકાનમાં ચોરી કરવામાં આવી હતી ત્યારે સોના અને ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 98,305 ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હતી જેનો ટંકારા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતા.
આ બંને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે થઈને સ્થાનિક પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન એલસીબીની ટીમના ઇશ્વરભાઇ કલોતરા, ભરતભાઈ જીલરીયા, શેખાભાઈ મોરી અને પ્રદિપસિંહ ઝાલા વાકાનેર બાઉન્ડ્રી પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે બંને ચોરીના ગુનાને અંજામ આપનારા આરોપીઓ ડબલ સવારીમાં નંબર પ્લેટ વગરના બાઇકમાં નીકળવાના છે તેવી ચોક્કસ હકીકત મળી હતી જેથી કરીને વોચમાં હતી તેવામાં ત્યાંથી બે શખ્સો બાઇક લઈને નીકળ્યા હોય તેને રોકીને પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી ઘરફોડ ચોરીના ગુનામાં ગયેલ સોના અને ચાંદીના દાગીના તેમજ સિક્કાઓ તથા રોકડ મળી આવી હતી જેથી ચોરાઉ મુદ્દામાલ સાથે આરોપી જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (22) રહે. દંતેશ્વર ચિંતનનગર વડોદરા તથા અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (19) રહે. બાવળા કુમાર શાળા પાછળ પઢારવાસ જીલ્લો અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી સોના ચાંદીના દાગીના તથા બાઈક મળીને કુલ 4,39,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે
વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલમાં ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધયેલ ચોરીના ગુનામાં ગયેલ સોનાની બુટ્ટી ચાંદીના સાંકડા, ચાંદીના સિક્કા તથા રોકડા રૂપિયા આમ કુલ મળીને 1.03 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે જે ટંકારા પોલીસને સોંપી દીધેલ છે અને બંને આરોપીને વાંકાનેર સિટી પોલીસને સોંપવામાં આવેલ છે. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે આરોપીઓ પોતાના રહેણાક સિવાય અન્ય જિલ્લામાં રાત્રિના સમયગાળા દરમિયાન મોબાઈલ ફોન સાથે રાખ્યા વગર નંબર પ્લેટ વગરનું બાઈક લઈને ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે નીકળતા હતા અને રાત્રિના સમયે બંધ મકાનને નિશાન કરીને ત્યાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ જેવી કીમતી વસ્તુઓનું ચોરી કરીને પોતાના વતનમાં નાસી જતા હતા આ કામગીરી મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.જાડેજા ની સૂચના મુજબ પીએસઆઇ બી.ડી. ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી