તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો મોરબી મહાનગરપાલિકા દ્વારા સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર યોજાઇ મોરબીમાંથી 8 દિવસમાં રસ્તે રજડતા વધુ 29 ઢોર ડબ્બે પુરાયા સેવા સંકલ્પ અભિયાન: મોરબીમાં કાલે સૈનિકોનો સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ


SHARE









મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

મોરબી જલારામ ધામ ખાતે આગામી તા ૪ ના રોજ હીતેશભાઈ પ્રભુદાસભાઈ કાથરાણી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને અત્યાર સુધી યોજાયેલ ૫૯ કેમ્પમા કુલ ૧૬૪૧૯ લોકોએ લાભ લીધો છે અને તેમાંથી  ૭૫૧૩ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૪ ના રોજ શ્રી જલારામ ધામ અયોધ્યાપુરી રોડ ખાતે યોજાશે. અને આ કેમ્પ સવારે ૯થી ૧૨ કલાક દરમિયાન હીતેશભાઈ પ્રભુદાસભાઇ કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમા આવતા દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે




Latest News