મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા


SHARE









મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા

મોરબી માર્કેટયાર્ડની 14 બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી માટે આજે એક જ દિવસમાં ઉમેદવારી પત્ર ભરવાના હતા જેથી ભાજપ અને કોંગ્રેસનાં આગેવાનો સહિતના ઉમેદવારી પત્રો ભરવા માટે માર્કેટ યાર્ડ ખાતે આગેવાનો ઉમટી પડ્યા હતા અને મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ ભરાયા છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં વેપારી પેનલની 4 અને ખેડૂત પેનલની 10 આમ કુલ મળીને 14 બેઠકો માટે થઈને ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને આ 14 બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાનું શનિવારે સવારે 11:00 વાગ્યાથી શરૂ કર્યું હતું અને સાંજના 5:00 વાગ્યા સુધીમાં વેપારી પેનલની 4 બેઠક માટે 7 અને ખેડૂત પેનલની 10 બેઠક માટે 26 ફોર્મ આમ કુલ મળીને 33 ઉમેદવારી પત્રો ભરાયા છે.

વધુમાં જિલ્લા રજીસ્ટ્રાર ડો. બિમલ પટેલે જણાવ્યુ હતું. કે, રવિવારે ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરાશે અને તા 2/9 ના રોજ ફોર્મ પરત ખેંચવાની આખરી તારીખ રહેશે ત્યાર બાદ જો 14 બેઠકો માટે 14 કરતાં વધુ ઉમેદવારો હશે તો તા. 9/9 ના રોજ મોરબી માર્કેટ યાર્ડની બેઠકો માટેની ચૂંટણી યોજાશે છે અને તા. 10/9 ના રોજ મતગણતરી કરવામાં આવશે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ ચુંટણીમાં ખેડૂત પેનલ માટે 1507 અને વેપારી પેનલ માટે 51 મતદારો છે. ત્યારે જીલ્લામાં ચાલતા ખેડૂતો આંદોલનની અસર આ ચુંટણીમાં કેવી રહેશે. તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.

આ તકે કોંગ્રેસનાં માજી ધારાસભ્ય લાલતિભાઈ કગથરાએ કહ્યું હતું કે, ખેડૂતો સરકારને ભાન કરાવવા માંગતા હોય અને આંખ ખોલવા માંગતા હોય તો યાર્ડમાં પરીવર્તન લાવીને ભાજપના મૂળિયાં ઉખેડી નાખવા જોઈએ તેવું આહવાન કર્યું હતું. જયારે સહકાર પેનલા અને ભાજપના આગેવાન મગનભાઇ વડાવિયાએ કહ્યું હતું કે, અમે વર્ષોથી સરકારી ક્ષેત્રેમાં સહકારી પેનલથી ચૂંટણી લડી છે અને ગત ચુંટણીમાં ખુદ કોંગ્રેસનાં ધારાસભ્ય ઊભા રહ્યા હતા તે પણ હારી ગયા હતા. અને હાલમાં બધી જ સહકારી સંસ્થાઓના આગેવાનો અમારી સાથે જ છે. અમે વર્ષોથી સરકારી ક્ષેત્રેમાં સહકારી પેનલથી ચૂંટણી લડી છે આ યાર્ડમાં અગાઉ 4 ચૂંટણી થયેલ છે અને ગત ચુંટણીમાં ખુદ કોંગ્રેસનાં ધારાસભ્ય ઊભા રહ્યા હતા તે પણ હારી ગયા હતા. અને બધી જ સહકારી સંસ્થાઓના આગેવાનો અમારી સાથે જ છે.




Latest News