મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી


SHARE









હળવદમાં શાળાની વિદ્યાર્થિનીઓએ પાળિયાઓને રાખડી બાંધીને કરી રક્ષાબંધન પર્વની ઉજવણી

હળવદ છોટાકાશી તરીકે પ્રસિદ્ધ છે અને હળવદના પાદરમાં સૌથી વધુ પાળિયા આજે પણ અડીખમ ઉભા છે ત્યારે હળવદ શહેરની રક્ષા માટે જે નરબંકા વીરગતિ પામ્યા હતા તેના પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનના પર્વની આજની તારીખે પણ ઉજવણી કરવામાં આવે છે

ઝાલાવાડમાં વીરગતિ વહોરનારા વીરોના સૌથી વધુ પાળિયાઓ આવેલા છે જેઓએ બહેનો દીકરીઓની રક્ષા કાજે, સિમાડાની રક્ષા કાજે કે પછી ગાયોની રક્ષા કાજે વ્હારે ચડ્યા હતા અને વીરગતિ વહોરી હતી તે વીરોના પાળિયાઓની અમર ગાથા આજે પણ હળવદના પાદરમાં આવેલા સ્મશાનમાં જોવા મળી રહી છે ત્યારે ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે હળવદમાં આવેલ ભાવનીનગર પ્રાથમિક શાળાના શિક્ષક દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓને લઇને ત્યા આવે છે અને પાળીયાઓને રાખડી બાંધીને નરબંકા અને સિંદૂરીયા વિરલાઓની યાદને તાજી કરે છે

ઉલેખનીય છે કે, છેલ્લા 10 વર્ષોથી દિપકભાઈ ચૌહાણ સ્કુલની વિદ્યાર્થીનીઓને રક્ષાબંધન પર્વ પહેલા આગળના દિવસે પાળીયાઓ પાસે લઈને જાય છે અને તેઓને રાખડીનું મહત્વ સમજાઇ તેમજ બહેન, દિકરીઓ અને ગાયોની રક્ષા માટે જેમને વીરગતિ પામ્યા છે તેના વિષેની માહિતીથી દીકરીઓ વાકેફ થાય તેમજ વીરોના પાળીયા શા માટે રાખવામાં આવતા છે તેની તેઓને જાણકારી મળે તે હેતુથી પાળીયાઓને રાખડી બાંધીનો રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને શાળાની દીકરીઓ દ્વારા પોતના હાથે 500 જેટલી રાખડીઓ બનાવવામાં આવી હતી જેને આજે પાળિયાઓને રાખડી બાંધીને રક્ષા બંધનની ઉજવણી કરી હતી. 




Latest News