મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા આયોજિત જન્માષ્ટમીની શોભાયાત્રામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત હજારો લોકો જોડાયા વાંકાનેરમાં સોની વેપારીની દુકાનમાંથી 1.85 લાખની સોનાનીબાલીઓની ચોરીના ગુનામાં બે મહિલાની ધરપકડ મોરબી નજીક સિરામિક કારખાનામાં નિયમિત કામે આવવા બાબતે યુવાનને લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીના પ્રેમજીનગર પાસે રોડ ક્રોસ કરતી બાળકીને આઇસર ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત હળવદના દેવીપુર ગામે મકાનના પ્લોટ બાબતે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને સામસામે મારામારી ટંકારાના વાછકપર ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું મોત: વાંકાનેરના સરધારકા ગામે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા


SHARE





વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જુગાર રમતા 5 શખ્સ પકડાયા

વાંકાનેરના મેસરિયાથી ભલગામડા જતા રસ્તા ઉપર જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,950 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મેસરીયાથી ભલગામડા તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઉત્તમભાઈ ગોરધનભાઈ ભાલીયા, દિનેશભાઈ ભુપતભાઈ ફતેપરા, રમેશભાઈ રાયધનભાઈ ભાલીયા, ભાવેશભાઈ વલ્લભભાઈ ભાલીયા અને શિવરાજભાઈ ખોડાભાઈ ભાલીયા રહે. બધા ભલગામ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 14,950 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલ પાસે આવેલ બાલાજી રેસીડેન્સી ખાતે રહેતો અનિલભાઈ (35) નામનો યુવાન રવાપર ચોકડી પાસે બાઈકમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને ઈજા થઈ હતી અને ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

2 વર્ષના બાળકને ઇજા

મોરબીમાં મુનનગર પાસે આવેલ દ્વારકેશ બિઝનેસ હાઉસ ખાતે પહેલા માળ ઉપરથી નીચે ટકાવવાના કારણે આયુષ ત્રભાઈ ભટ્ટ (2) નામના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પહેલા મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવાની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીમાં લધીરવાસ પાસે રહેતો સિકંદર (22) નામનો યુવાન ભવાની ચોક પાસેથી સ્કૂટર લઈને જતો હતો ત્યારે દિવાલ સાથે સ્કૂટર અથડાવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News