ટંકારાના ધ્રુવનગર પાસે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત
મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના
SHARE
મોરબીમાં ભાજપ પરિવાર દ્વારા પંજાબની ઘટનાના વિરોધમાં ધરણાં યોજાયા: કોંગ્રેસને સદબુદ્ધિ માટે કરી પ્રાર્થના
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાઅને પંજાબમાં રોકવાની ઘટનાના સમગ્ર ભારત દેશની અંદર ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ભાજપ પરિવાર દ્વારા પંજાબ સરકારની વ્યવસ્થા અને કોંગ્રેસ સામે અણીદાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેની વચ્ચે મોરબીના ગાંધીબાગ પાર્કીંગની અંદર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ પરિવાર દ્વારા કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે થઈને પ્રાર્થના કરવામાં આવી હતી અને પંજાબમાં બનેલી ઘટનાના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કણજારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી નગરપાલિકાના ચેરમેનો તેમજ ચૂંટાયેલા સદસ્યો તેમજ ભાજપ પરિવારના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને તેઓએ કોંગ્રેસને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે રામધૂન બોલાવી હતી