મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર પાસે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત


SHARE

















ટંકારાના ધ્રુવનગર પાસે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ધ્રુવનગર ગામ પાસે ડબલ સવારી બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય વ્યક્તિને ઇજા થતાં તેને સારવારમ ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મૂળ એમપીના જાંબુવા જિલ્લાના રહેવાસી અને હાલમાં પડધરી બાઇપાસ પાસે રાધે કારખાન સામે આવેલ ઝુંપડામાં રહેતા આકાશભાઈ ગુલામભાઈ ડામોર જાતે ભીલ (ઉમર ૨૮)એ કૈલાશ ખદાનસિંગ બારેલા રહે. મૂળ એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓ પોતાનું મોટરસાયકલ નંબર એમપી ૪૫ એમએસ ૮૪૩૨ લઈને મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ ધ્રુવ નગર ગામ પાસે મામાદેવના મંદિર નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇકચાલક કૈલાશ બારેલાએ પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી કરીને બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું અને તેમાં ફરિયાદી આકાશભાઈ ડામોરને હાથમાં અને કપાળે ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર લઈ ગયા હતા અને બાઇક ચાલક કૈલાશ ખદાનસિંગ બારેલાને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું હાલમાં ઇજા પામેલા આકાશભાઈ ડામોરની ફરિયાદ લઈને પોલીસે મૃતક કૈલાશ ખદાનસિંગ બારેલાની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જુગારી પકડાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર રાજ બેકરીની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં અલ્તાફ હૈદરભાઈ જેડા, મનસુખ ઉર્ફે કાનો ધીરુભાઈ શેખાણી તેમજ રૂપે ધીરુભાઈ કોળી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૯૩૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

 




Latest News