ઉડતા વાંકાનેર !: શહેરના રહેણાક મકાનમાંથી પાંચ કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
SHARE
ઉડતા વાંકાનેર !: શહેરના રહેણાક મકાનમાંથી પાંચ કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેર શહેરના માર્કેટ ચોક પાસે આવેલ નાગરિક બેંક સામેનબી શેરીમાં રહેણાંક મકાનમાં સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી ૫ કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ મળી આવ્યો છે જેથી કરીને પોલીસે ગાંજાના જથ્થા સાથે તેની ધરપકડ કરીને આ ગાંજો તેની પાસે ક્યાંથી આવ્યો હતો અને કઈ જગ્યાએ તે મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં સપ્લાય કરતો હતો તે દિશામાં સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
વાંકાનેર તાલુકાની હદમાં ચેકપોસ્ટ પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને ચેક કરતા ૪ કિલો ગાંજા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં વાંકાનેર તાલુકો જાણે કે નશીલા પદાર્થોના વેચાણ માટે હબ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો છે અને વાંકાનેર શહેરમાં માર્કેટ ચોક પાસે નાગરિક બેન્ક સામેની શેરીમાં મકાનમાં પોલીસે રેડ કરી પાંચ કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર સીટી પોલીસના ઇન્ચાર્જ પીઆઇ પી.જી. પનારા તેમજ એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે વાંકાનેરના માર્કેટ ચોક પાસે નાગરિક બેંકની સામેની શેરીમાં રહેતા ચંદ્રકાંતભાઈ જોબનપુત્રાના મકાનમાં રેડ કરી હતી ત્યારે તેના ઘરની અંદરથી પાંચ કિલો કરતા વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે જેથી કરીને પોલીસે ગાંજાના જથ્થા સાથે આ શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે આ ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે તેની સાથોસાથ આ નશીલા પદાર્થનું મોરબી જીલ્લાના વાંકાનેર સહિતના કયા કયા વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ શરૂ કરાઇ છ