ઉડતા વાંકાનેર !: શહેરના રહેણાક મકાનમાંથી પાંચ કિલો કરતા વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી પાલિકાના માજી મહિલા પ્રમુખના પતિને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા, બાકી રકમનો બમણો દંડ
SHARE
મોરબી પાલિકાના માજી મહિલા પ્રમુખના પતિને ચેક રીટર્નના કેસમાં એક વર્ષની સજા, બાકી રકમનો બમણો દંડ
મોરબી નગરપાલિકાના માજી મહિલા પ્રમુખના પતિ સામે ચેક રીટર્નનો કેસ હતો જે મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા અને બાકી રકમનો બમણો દંડ ફટકાર્યો છે અને સજા કરવામાં આવી ત્યારે આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી સજા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેના આધારે તેની ધરપકડ કરીને હાલમાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ નાગરિક બેંકના મેનેજર મિલનભાઈ ભરતભાઈ ભટ્ટ દ્વારા અગાઉ મોરબી નગરપાલિકાના માજી મહિલા પ્રમુખ અને મોરબી પાલિકાના માજી સદસ્ય દેવજીભાઈ માધવજીભાઈ પરમાર સામે ચેક રીટર્નની ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જજ અર્ચિલ એન. વોરાની સામે ચાલી જતાં ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આ કેસમાં આરોપીને કોર્ટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૩,૬૨,૨૩૯ નો બમણો દંડ એટ્લે કે, ૭,૨૪,૪૭૮ નો દંડ ફટકારવામાં આવ્યો છે અને દંડ ન ભરે તો વધુ ૯૦ દિવસની સજા આરોપીને કરવાનો હુકમ કરવામાં આવેલ છે અને આરોપી સજા કરવામાં આવી ત્યારે કોર્ટમાં હાજર ન હોવાથી કોર્ટે સજા વોરંટ ઇશ્યૂ કર્યું હતું જેના આધારે મોરબી એ ડિવિઝન પોલીસે આરોપી દેવજીભાઈ માધવજીભાઈ પરમારની ધરપકડ કરી હતી અને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે